તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Sunday, 31st May 2026
અમેરિકામાં ૧ર૦૦૦ કિ.મી.ની ઝડપે ઉલ્કાપિંડ પડયુઃ જોરદાર વિસ્ફોટ
મેસાચ્યુસેટસ નજીક પડેલ ઉલ્કપીંડ ફકત ૩ મીટરનો જ હતોઃ પડવાની ગતિ ખુબ જ વધારે

નવી દિલ્હી,તા.૩૧: NASA અને મોનિટરિંગ ડેટાની માહિતી પ્રમાણે અમેરિકામાં શનિવારે મેસાચ્યુસેટ્સની નજીક એક વિશાળ ઉલ્કાપિંડ પસાર થયો હતો અને આશરે 300 TNT જેટલી ઊર્જા સાથે ધરતી હચમચી ગઈ હતી. અંતરિક્ષમાંથી આવેલ આ ઉલ્કાપિંડ કદમાં ફક્ત 3 મીટર જ હતો પણ તેની ઝડપ આશરે 12000 કિલોમીટર પ્રતિ કલાક હતી અને તે ધરતીના વાતાવરણમાં પ્રવેશ કરી ગયો હતો.
તેને લીધે તે સળગી ઉઠ્યો હતો. જ્યારે આ ઉલ્કાપિંડ ફાટ્યો ત્યારે પ્રકાશની એક તેજ ચમક નિકળી હતી અને જોરદાર વિસ્ફોટ થયો હતો. ખાસ કરીને બોસ્ટનમાં રહેતા લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિસ્ફોટની માહિતીની પુષ્ટી કરી હતી. તેને લીધે ઘર અને ઈમારત ધ્રુજી ઉઠ્યા હતા.
માહિતી પ્રમાણે NASAનું કહેવું છે કે આ ફાયરબોલ એટલે આગના ગોળા જેવો ઉલ્કાપિંડ સ્થાનિક સમય પ્રમાણે બપોરે 2:06 મિનિટ પર જોવા મળ્યો હતો. તે પ્રતિ કલાક 12700 કિમી ઝડપથી પૃથ્વી તરફ આગળ વધતો હતો. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ ઉલ્કાપિંડ ઉત્તર પૂર્વી મેસાચ્યુસેટ્સ અને દક્ષિણ પૂર્વી ન્યુ હૈમ્પશાયર ઉપરથી આશરે 64 કિમી ઉંચાઈ પર અનેક ટુકડામાં તૂટી ગયો હતો. અહીં ભારે વિસ્ફોટ થયો હતો.
આ Fireball કોઈ સક્રિય ઉલ્કાપિંડ સાથે સંકળાયેલો ન હતો. પણ એક કુદરતી પિંડ હતો અને તે કોઈ અંતરિક્ષનો કાટમાળ કે ઉપગ્રહ ન હતો કે જે ધરતીના વાયુમંડળમાં પ્રવેશ કરતા હોય. અમેરિકાની અંતરિક્ષ એજન્સીના ડેપ્યુટી ન્યુઝ ચીફ જેનિફર ડોરેને એક નિવેદનમાં કહ્યું છે કે તેને તૂટી જવાથી જે ઊર્જા નિકળી તે આશરે 300 ટન TNTની સમકક્ષ હતી તેને લીધે કડાકાનો અવાજ સંભળાયો હતો.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
