તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
કર્ણાટકમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર ૮ રૂપિયાનો ધરખમ વધારો : આગામી ૧ નવેમ્બરથી નવો દર અમલી બનશે : ૮ માંથી ૭ રૂપિયા સીધા ખેડૂતોને અને ૧ રૂપિયો સહકારી મંડળીઓ ને ફાળવાશે
ખેડૂતોની માંગ અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને કર્ણાટક કેબિનેટનો મોટો નિર્ણય : રાજ્યના લાખો ખેડૂત પરિવારોને પ્રતિ લિટર ૪૨ રૂપિયા સીધા મળશે તેમજ સરકારનું પ્રોત્સાહક અનુદાન યથાવત રહેશે

બેંગલુરુ કર્ણાટક સરકાર દ્વારા રાજ્યના પશુપાલકો અને દૂધ ઉત્પાદક ખેડૂતોના હિતમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્ણાટક કેબિનેટની બેઠકમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર ૮ રૂપિયાનો વધારો કરવાનો સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો છે, જે આગામી ૧ નવેમ્બર ૨૦૨૬ થી સમગ્ર રાજ્યમાં અમલમાં આવશે. આ વધારાની રકમમાંથી ૭ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જશે જ્યારે ૧ રૂપિયા મિલ્ક યુનિયનો (સહકારી મંડળીઓ) ને ફાળવવામાં આવશે તેમ મંત્રી કૃષ્ણા બૈરે ગૌડા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું છે.
ઉત્પાદન ખર્ચમાં સતત થઈ રહેલા વધારા સામે યોગ્ય વળતર મેળવવા માટે રાજ્યભરના ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનો અને દેખાવો કરવામાં આવ્યા હતા. ખેડૂત પ્રતિનિધિઓ અને સહકારી મંડળીઓ દ્વારા સરકાર સમક્ષ દૂધના ભાવમાં ઓછામાં ઓછો ૧૦ રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવાની માંગણી કરવામાં આવી હતી. આ મામલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં ગહન ચર્ચા-વિચારણાના અંતે સર્વસંમતિથી ૮ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો.
ખેડૂતોને હવે પ્રતિ લિટર મળશે ૪૭ રૂપિયા:
મંત્રી કૃષ્ણા બૈરે ગૌડાના જણાવ્યા મુજબ, હાલમાં ખેડૂતોને દૂધના ભાવ પેટે પ્રતિ લિટર આશરે ૩૫ રૂપિયા ચૂકવવામાં આવે છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ૫ રૂપિયા પ્રતિ લિટરના પ્રોત્સાહક બોનસનો પણ સમાવેશ થાય છે. હવે આગામી ૧ નવેમ્બરથી ખેડૂતોને મળતી સીધી કિંમત વધીને પ્રતિ લિટર ૪૨ રૂપિયા થઈ જશે અને સરકારનું ૫ રૂપિયાનું પ્રોત્સાહન અગાઉની જેમ ચાલુ રહેશે. આમ, સરકારી સહાય સહિત ખેડૂતોને કુલ ૪૭ રૂપિયા પ્રતિ લિટર જેટલી માતબર રકમ પ્રાપ્ત થશે, જેનાથી રાજ્યના લાખો ખેડૂત પરિવારોની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
