<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

ગૂગલે ફોટોઝનું ઓટોમેટિક બેકઅપ બંધ કરતાં કરોડો યુઝર્સ મુશ્‍કેલીમાં આવી શકે

સર્ચ એન્‍જિન જાયન્‍ટના નિર્ણયથી હવે યુઝર્સે ફોટો, વિડીયો મેન્‍યુઅલી એડ કરવા પડશે

ન્‍યુયોર્ક,તા.૧૧: સર્ચ એન્‍જિન જાયન્‍ટ ગૂગલે તેની ડ્રાઈવ ડેસ્‍કટોપ એપના માધ્‍યમથી ગૂગલ ફોટોઝનું ઓટોમેટિક બેકઅપ બંધ કરી તેના કરોડો યુઝર્સને મોટો આંચકો આપ્‍યો છે. ગૂગલના આ નિર્ણયને કારણે જે યુઝર્સ પોતાના કોમ્‍પ્‍યુટરથી ફોટો અને વિડીયો ઓટોમેટિક ગૂગલ ફોટોઝમાં સેવ કરવા માટે ડ્રાઈવ એપનો ઉપયોગ કરે છે, તેમના નવા ફોટા કે વિડીયો હવે આપોઆપ બેકઅપ નહીં થાય. ગૂગલના જણાવ્‍યાં અનુસાર, આ નિર્ણય બેકઅપ ટૂલ્‍સને વધુ સરળ બનાવવા અને ખાસ કરીને ફોટોઝ એપ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવા માટે લેવાયો છે.

ગૂગલે યુઝર્સ માટે જારી કરેલાં એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે, ૧૦ ઓગસ્‍ટથી ડેસ્‍કટોપ ગૂગલ ડ્રાઈવ અને ગૂગલ ફોટોઝ વચ્‍ચેનું ઓટોમેટિક લિકઅપ બંધ કરાયું છે. હવે ફોલ્‍ડર્સ બેકઅપ ચાલુ રાખવા માટે યુઝર્સે ગૂગલ ડ્રાઇવમાંથી ગૂગલ ફોટોઝમાં ફોટો અને વિડીયો મેન્‍યુઅલી ઉમેરવા પડશે હાલની વ્‍યવસ્‍થા હેઠળ, યુઝર્સ ગૂગલ ડ્રાઈવ ડેસ્‍કટોપ એપની મદદથી તેમના કમ્‍પ્‍યૂટર પર રહેલાં ચોક્કસ ફોલ્‍ડરનું ગૂગલ ફોટોઝમાં આપોઆપ બેકઅપ લઈ શકે છે. જેથી મેન્‍યુઅલ અપલોડ વગર જ ફોટોઝ ક્‍લાઉડમાં સેવ થઈ જાય છે. જોકે, ૧૦ ઓગસ્‍ટથી ડેસ્‍કટોપ ડ્રાઈવ અને ગૂગલ ફોટોઝ વચ્‍ચેનું આ ઓટોમેટિક લિકઅપ સંપૂર્ણપણે બંધ કરાયું છે. ત્‍યારબાદ બેકઅપ માટે સેટ કરેલા આવા કોઈપણ ફોલ્‍ડરમાંથી નવા ફોટો કે વિડીયો આપોઆપ અપલોડ નહીં થાય.

ગૂગલ ફોટોઝનું બેકઅપ ચાલુ રાખવા માટે શું કરવું? ફોટોઝનું ઓટોમેટિક બેકઅપ ચાલુ

રાખવા માટે 'ગૂગલ ડ્રાઇવ ડેસ્‍કટોપ એપ'ના બદલે સીધા 'ગૂગલ ફોટોઝ'માં જઈને સેટિગ્‍સ કરવા પડશે. આ માટે, ગૂગલ ફોટોઝમાં ૅ બટન પર ક્‍લિક કરી બેકઅપ ફોલ્‍ડર્સ વિકલ્‍પ પસંદ કરીને યુઝર્સ પોતાના કમ્‍પ્‍યુટરના ચોક્કસ ફોલ્‍ડર્સને ભવિષ્‍યના બેકઅપ માટે સેટ કરી શકે છે. આ ઉપરાંત યુઝર્સ ગૂગલ ડ્રાઇવના ફોલ્‍ડર્સમાં અગાઉથી સેવ થયેલાં ફોટોઝને સીધા ગૂગલ કોટોઝમાં ઇમ્‍પોર્ટ કરી શકે છે.

(9:55 AM IST)