તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકીની તબિયત નાદુરસ્તઃ ડાયાબિટીસ વકરતા ગેંગરીનની ગંભીર અસરઃ અમદાવાદ બાદ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ખસેડાયા
મુંબઈની લીલાવતી હોસ્પિટલ ખાતે નિષ્ણાત તબીબોની વિશેષ ટીમ દ્વારા તેમના વિવિધ મેડિકલ ટેસ્ટ અને રિપોર્ટ હાથ ધરી સઘન તબીબી દેખરેખ હેઠળ આગળની સારવાર શરૂઃ કોળી સમાજના સર્વમાન્ય આગેવાન અને લોકપ્રિય નેતાની નાદુરસ્ત તબિયતના સમાચાર મળતા શુભેચ્છકો દ્વારા પ્રાર્થના

ગાંધીનગર તા.૨ રાજ્યના મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન રાજ્યમંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીને ડાયાબિટીસની જટિલતાના કારણે ગેંગરીનની તકલીફ થતાં અમદાવાદમાં ઙ્કાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રાજ્યના મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન રાજ્યમંત્રી તેમજ કોળી સમાજના મોટા ગજાના નેતા પુરુષોત્તમભાઈ સોલંકીની તબિયત અચાનક લથડતાં રાજકીય વર્તુળો અને તેમના વિશાળ સમર્થક વર્ગમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ડાયાબિટીસની ગંભીર જટિલતાઓને કારણે તેમને પગના ભાગે ગેંગરીનની અસર થતાં તાકીદે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, વધુ સઘન અને વિશિષ્ટ સારવાર માટે તેમને મુંબઈ સ્થિત જાણીતી લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પુરુષોત્તમભાઈ સોલંકી લાંબા સમયથી ડાયાબિટીસની તકલીફથી પીડાઈ રહ્યા છે. ડાયાબિટીસનું લેવલ અનિયંત્રિત થતાં તેમને પગના ભાગે ગેંગરીનની અસર જોવા મળી હતી. અમદાવાદમાં સારવાર લીધા બાદ તબીબોની સલાહ અનુસાર કોઈ જોખમ ન લેતાં પરિવારજનો અને તોહીઓ દ્વારા તેમને તાત્કાલિક મુંબઈ લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
હાલ મુંબઈની લીલાવતી હોસ્પિટલ ખાતે નિષ્ણાત તબીબોની વિશેષ ટીમ દ્વારા તેમના વિવિધ મેડિકલ ટેસ્ટ અને રિપોર્ટ હાથ ધરી સઘન તબીબી દેખરેખ હેઠળ આગળની સારવાર શરૂ કરવામાં આવી છે. તબીબો તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
કોળી સમાજના સર્વમાન્ય આગેવાન અને લોકઙ્ઘિય નેતા પુરુષોત્તમ સોલંકી (સોલંકી દાદા)ની નાદુરસ્ત તબિયતના સમાચાર મળતાં જ ભાજપના વરિષ્ઠ અગ્રણીઓ, મંત્રીઓ અને ધારાસભ્યોએ ટેલિફોનિક સંપર્ક સાધી ખબરઅંતર પૂછયા હતા. તેમના મતવિસ્તાર સહિત સમગ્ર રાજ્યમાં તેઓ ઝડપથી સ્વસ્થ થઈને પુનઃ કાર્યરત થાય તે માટે કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા ઙ્કાર્થના કરવામાં આવી રહી છે.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
