<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

હરિયાણવી ડાન્‍સર ડિપલ ચૌધરી સાથે ગેરવર્તનઃ શખ્‍સે કમર હાથ મૂકતાં જ ફડાકો ઝીંકી દીધો

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્‍લામાં એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

હાથરસ,તા.૧૧: ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્‍લામાં એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જાણકારી અનુસાર, હાથરસમાં એક કાર્યક્રમ દરમિયાન હરિયાણવી સ્‍ટેજ ડાન્‍સર ડિપલ ચૌધરી સાથે ગેરવર્તન કરવામાં આવ્‍યું હતું. સ્‍ટેજ પર પરફોર્મન્‍સ દરમિયાન એક યુવકે ડાન્‍સર ડિપલ ચૌધરી સાથે અસભ્‍ય વર્તન કર્યું હતું અને તેને ખરાબ રીતે સ્‍પર્શવાનો પ્રયત્‍ન કર્યો હતો. જેના લીધે ડિમ્‍પલ ચૌધરી ગુસ્‍સામાં લાલઘૂમ જોવા મળી અને યુવકને સ્‍ટેજ પર જ ફડાકો ઝીંકી દીધો હતો.

હરિયાણવી સ્‍ટેજ ડાન્‍સર ડિપલ ચૌધરીએ ઉત્તર પ્રદેશના હાથરસમાં તેની સાથે થયેલા ગેરવર્તનનો વીડિયો ઇન્‍સ્‍ટાગ્રામ પર પોસ્‍ટ કર્યો છે. ડિપલ ચૌધરીએ જણાવ્‍યું કે, તે એક બર્થડે પાર્ટીમાં હાથરસના સાસનીમાં સ્‍ટેજ પ્રોગ્રામ આપી રહી હતી. જાણકારી અનુસાર નગલા નાઈ ગામમાં ૩ જૂને હરિયાણવી ડાન્‍સર ડિપલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સ્‍ટેજ પર પરફોર્મન્‍સ દરમિયાન એક યુવક સ્‍ટેજ પર આવ્‍યો અને ડિપલના કમર પર હાથ રાખીને તેને ખરાબ રીતે સ્‍પર્શવા લાગ્‍યો.

ડાન્‍સર ડિપલ ચૌધરીએ ગેરવર્તન કરનાર યુવકને સ્‍ટેજ પર જ સૌની સામે કચકચાવીને લાફો મારી દીધો હતો. ત્‍યાર બાદ ડિપલે પોતાનું પરફોર્મન્‍સ અટકાવી દીધું અને યુવકને આડે હાથ લીધો હતો. ડિપલે માઇક લઈને યુવકને કહ્યું કે, તે પરફોર્મન્‍સ કરી રહી છે, તેનો અર્થ એવો નથી કે, કોઈ તેને હાથ લગાવશે. આ દરમિયાન ડિપલે યુવક માટે અભદ્ર ભાષાનો પણ પ્રયોગ કર્યો હતો. સોશિયલ મીડિયા પર હવે આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

(10:00 AM IST)