તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
શેરબજારમાં દિવસભરની ભારે ઉથલપાથલ બાદ મિશ્ર બંધ: સેન્સેક્સમાં મામૂલી ઘટાડો, રિયલ્ટી અને ફાર્મા શેરોમાં જોરદાર તેજી: સેન્સેક્સ ૭૪,૩૧૪.૫૯ ની સપાટીએ બંધ, બીજી તરફ, નિફ્ટી ૨૩,૨૭૦.૬૦ ની સપાટી પર લીલા નિશાનમાં બંધ
યુએસ ફેડના વ્યાજદરના સંકેતો અને નફા રૂપી વેચવાલીથી બજાર પર દબાણ; સ્મોલકેપ અને મિડકેપ ક્ષેત્રે રોકાણકારોનો ઉત્સાહ જળવાયો

મુંબઈ, તા.૧૭: સપ્તાહના ચોથા કારોબારી દિવસે ગુરુવારે ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળ્યો હતો. દિવસની શરૂઆતમાં મજબૂત સ્થિતિમાં કારોબાર કરી રહેલા ભારતીય બજારમાં બપોર પછી નફારૂપી વેચવાલી (પ્રોફિટ બુકિંગ) શરૂ થતાં સૂચકાંકોમાં ઘટાડો નોંધાયો હતો. દિવસના અંતે બીએસઈ (BSE) સેન્સેક્સ ૨૧.૮૬ પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે ૭૪,૩૧૪.૫૯ ની સપાટીએ બંધ રહ્યો હતો. બીજી તરફ, એનએસઈ (NSE) નિફ્ટીમાં નીચલા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો અને તે પ૩ પોઈન્ટના વધારા સાથે ૨૩,૨૭૦.૬૦ ની સપાટી પર લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યો હતો.
આજના કારોબારમાં વિવિધ ક્ષેત્રોના પ્રદર્શન પર નજર કરીએ તો રિયલ્ટી અને ફાર્મા ક્ષેત્રના શેરોમાં ખરીદારીનો મજબૂત મોજું જોવા મળ્યું હતું. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૬૬ ટકા અને ફાર્મા ઇન્ડેક્સ ૧.૬૨ ટકા ઉછળ્યા હતા. આ ઉપરાંત મીડિયા સેક્ટરમાં ૧.૩૫ ટકા, ઓટોમાં ૦.૯૯ ટકા અને મેટલ ઇન્ડેક્સમાં ૦.૯૩ ટકાનો સુધારો નોંધાયો હતો. સામે પક્ષે, બેન્કિંગ સેક્ટરમાં દબાણ જોવા મળ્યું હતું, જેમાં બેન્ક નિફ્ટી અને પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ બંનેમાં ૦.૪૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
બ્રોડર માર્કેટની વાત કરીએ તો મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં રોકાણકારોનો રસ જળવાઈ રહ્યો હતો. નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૦.૯૨ ટકા અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૦.૭૧ ટકા વધીને બંધ થયા હતા. વૈશ્વિક સ્તરે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાના સંકેતો અને સ્થાનિક સ્તરે ઊંચા મથાળે થયેલી વેચવાલી વચ્ચે બજારે તેની મજબૂતી જાળવી રાખવાનો પ્રયાસ કર્યો હતો.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
