તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
મોદી જે બોલે છે તે કરી બતાવે છે...મેરા વચન હી મેરા શાસન
દેશના પ્રજાજનોનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપર અતૂટ વિશ્વાસ : વિરોધી હોય કે હોય વિપક્ષ દરેકે સ્વીકારવું જ પડેઃ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અદભૂત વિકાસ, વર્ષો જૂના પડકાર રૂપ પ્રોજેક્ટ પૂર્ણ કર્યાઃ ભૂમિપૂજન પણ આપણે કરવાનું ઉદ્ધાટન પણ આપણે જ કરવા નું નરેન્દ્ર ભાઈ ની વાત ને પ્રજાજનો વણલખ્યો વાયદો માને છે...!! ૧૨ વર્ષ માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બ્રિજ... ટનલ.... ક્ષેત્રે અધધ વિકાસઃ ચેનાબ રેલ બ્રિજ દુનિયાનું સૌથી ઊંચું રેલવે આર્ચ બ્રિજ અટલ ટનલ આસામ અને અરુણાચલ ને જોડતી ધોલા-સાદિયા બ્રિજ, ભારતનો સૌથી લાંબોરેલ અને રોડ બ્રિજ, બોગીબીલ બ્રિજ ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે... કુલ લંબાઈ...૧૩૮૬ કી.મી., દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે, ભારતનો સૌથી લાંબો સમુદ્રી બ્રિજ, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિક, અટલ સેતુ, અયોધ્યા રામ મંદિર, સંસદ ભવન...

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર દેશ કરોડો જનતા ને અતૂટ વિશ્વાસ છે, એટલુંજ નહી ખાત્રી સાથે કહે છે કે મોદી જે બોલે છે તે કરી બતાવે છે.....!!!!
દેશની કરોડો જનતાનો આવો વિશ્વાસ જીતવો કોઈ રમત વાત નથી, એના માટે નરેન્દ્રભાઇ એ કરેલા કાર્યો બોલે છે, આપેલા વચનો સમયસર પૂર્ણ કર્યા છે, જેને પગલે આજે બીજેપી કરતા પ્રજાજનો નરેન્દ્રભાઈ ઉપર વધુ વિશ્વાસ કરે છે.
વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર ભાઈ એ દેશને પ્રગતિના પંથે આગળ કેમ ધપાવવા એ જ લક્ષ્ય રાખી નિર્ણયો લેતા રહ્યા છે, એમની વાતો માત્ર બોલ બચ્ચન નહીં પરંતુ તેમની વાતોને પ્રજાજનો વણલખ્યો વાયદો માને છે.
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર ભાઈ ૧૨ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે આ ૧૨ વર્ષ દરમ્યાન દેશ ભર માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અધધ વિકાસ જોવા મળ્યો છે, પછી તમો હાઈવે ની વાત કરો, બ્રિજ ની વાત કરો, ટનલ ની વાત કરો... કરોડો ના ખર્ચે દેશ ના વિવિધ વિસ્તારો માં આવા અનેક પ્રોજેક્ટ પૂર્ણ થયા છે, જેમાં ના અનેક પ્રોજેક્ટ નુ ભૂમિ પૂજન પણ મોદી જી કર્યું અને ઉદ્ધાટન પણ એમણે જ કર્યું.
આવો આપણે આમાંના કેટલાક અગત્ય ના પ્રોજેક્ટ વિશે જોઈએ તો ચેનાબ રેલ બ્રિજ જે જમ્મુ કાશ્મીર ખાતે આશરે રૂ. ૪૩૭૮૦ કરોડ ના ખર્ચે બનેલ છે, ચેનાબ નદી થી ૩૫૯ મીટર ઊંચું છે જે એફિલ ટાવર કરતાં પણ ઊંચું છે, જેમાં ૩૬ ટનલ અને ૯૪૩ બ્રિજ સામેલ છે, કાશ્મીર ને સમગ્ર ભારત સાથે રેલવે દ્વારા જોડનાર ઐતિહાસિક પ્રોજેક્ટ છે, હાલ ટ્રેન હવે કટરાશ્રીનગર વચ્ચે દોડે છે.
સમગ્ર USBRL પ્રોજેક્ટની કલ્પના ૧૯૮૦ના દાયકામાં થઈ હતી ચેનાબ બ્રિજનું મુખ્ય ડિઝાઇન અને કામ ૨૦૦૪૨૦૦૫ આસપાસ શરૂ થયું ૨૦૦૮માં સલામતીના કારણોસર કામ રોકાયું, પરંતુ ૨૦૧૪ પછી આ પ્રોજેક્ટ ને જાણે વેગ મળ્યો ૨૦૧૭ મુખ્ય આધાર પૂર્ણ થયા ૨૦૨૧ સ્ટીલ આર્ચ પૂર્ણ થયું, ૨૦૨૨ આખો બ્રિજ સ્ટ્રક્ચર લી પૂર્ણ થયો, ૨૦૨૪ ટ્રાયલ રન શરૂ થયા અને આખરે ૬ જૂન ૨૦૨૫ ના રોજ નિયમિત રેલવે માટે સત્તાવાર ઉદ્ધાટન થયું.
આ બ્રિજ ની મુખ્ય ખાસિયત જોઈએ તો આ બ્રિજ ખૂબ જ કઠિન પરિસ્થિતિ માટે બનાવાયો છે,
* ૨૬૬ કિલોમીટર પ્રતિ કલાક સુધીના પવન સહન કરી શકે
* ભૂકંપ ઝોન વી માટે ડિઝાઇન
* બ્લાસ્ટ પ્રોટેક્શન સાથે બનાવાયો
* અંદાજે ૧૨૦ વર્ષ સુધી ચાલે એવી ડિઝાઇન
શા માટે આ બ્રિજ એટલો અગત્યનો હતો કેમ કે આ બ્રિજ કાશ્મીરને રેલવે દ્વાર સંપૂર્ણ રીતે જોડે છે, આ પહેલાં કાશ્મીર વેલી સીધી રીતે ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડાયેલી નહોતી. હવે, કટરા થી શ્રીનગર સીધી ટ્રેન, આગળ આખા ભારત સાથે જોડાણ આ ભારત માટે ઐતિહાસિક કનેક્ટિવિટી પ્રોજેક્ટ માનવામાં આવે છે, આ ઉપરાંત લશ્કર માટે પણ ખૂબ અગત્ય નો મનાય છે કેમકે, કાશ્મીર સંવેદનશીલ બોર્ડર વિસ્તાર છે, આ બ્રિજથી સૈનિકો અને સાધનો ઝડપથી પહોચાડી શકાય,બોર્ડર લોજાિસ્ટિક્સ મજબૂત બને છે તેમજ, પ્રવાસન અને વેપાર માટે લાભ, કાશ્મીર ટૂરિઝમ ને મોટો ફાયદો, સફર નો સમય ઘટશેવેપાર અને રોજગાર વધશે સ્થાનિક લોકો માટે પણ આ વિકાસનું મોટું પ્રતિક છે.
અટલ ટનલ
ભારતના સૌથી મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો માં થી એક છે. આ ટનલ હિમાલય ના પહાડો ની અંદર બનાવવામાં આવી છે અને તે હિમાચલ પ્રદેશના મનાલી વિસ્તારને લાહુલ. સ્પીતી તથા લદ્દાખ સાથે વર્ષભર જોડે છે,આ ટનલનું નામ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જી ના સન્માનમાં રાખવામાં આવ્યું છે.
ટનલનું કામ અગાઉ ચાલુ હતું, પણ વર્ષ ૨૦૧૭ મા મોટા ભાગ નું ખોદકામ પૂર્ણ થયું અને વર્ષ ૨૦૨૦માં આખી ટનલ નું કામ પૂર્ણ થયું અને, આખરે ૩ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સત્તાવાર ઉદ્ધાટન થયું હતું, આ ટનલની કુલ લંબાઈ ૯.૦૨ કિમી છે જે વિશ્વની સૌથી લાંબી, હાઈવે ટનલ માંથી માંથી એક છે, જે સમુદ્ર સપાટી થી લગભગ ૩,૦૦૦ મીટર ઉપર આવેલ છે, દેશની સુરક્ષાની લ્લષ્ટિ એ પણ આ ટનલ ખુબ જ મહત્વપૂર્ણ છે , કારણ કે અહીંથી લદ્દાખ અને ચીન બોર્ડર નજીક આવેલ છે, આ ટનલ બન્યા બાદ હવે સૈનિકો ઝડપથી પહોચી શકે છે, હથિયાર અને સપ્લાય વહેલી પહોંચે છે, ખરાબ હવામાનમાં પણ રસ્તો ચાલુ રહે ,આ કારણે તેને સ્ટ્રેટેજીક ટનલ પણ કહેવામાં આવે છે.
અયોધ્યા માં રામ મંદિર
રામમંદિરનું નિર્માણ ભારતના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક અને ઐતિહાસિક પ્રોજેક્ટોમાંથી એક માનવામાં આવે છે, તેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાજકીય, પ્રતીકાત્મક અને પ્રશાસનિક ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે, લાંબા સમયથી બીજેપી અને સંઘ નુ સમર્થન સમર્થન ઘણા દાયકાઓથી અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મસ્થળે મંદિર નિર્માણના સમર્થક રહ્યા છે. નરેન્દ્ર મોદી પણ આ વિચારધારાના મહત્વપૂર્ણ નેતા રહ્યા.
૨૦૧૯માં ભારતના સુપ્રીમ કોર્ટ એ વિવાદિત જમીન પર મંદિર નિર્માણ માટે માર્ગ મોકળો કર્યો. ત્યારબાદ કેન્દ્ર સરકારે ઝડપી ગતિએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ની રચના મંદિર નિર્માણ માટે કાનૂની અને વહીવટી સહાય
અયોધ્યાના આધુનિક વિકાસ માટે મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ. ૫ મી ઑગસ્ટ ૨૦૨૦ ના રોજ નરેન્દ્ર મોદી એ અયોધ્યામાં મંદિરનું ભૂમિ પૂજન કર્યું. આ પ્રસંગને ઐતિહાસિક ગણવામાં આવ્યો, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો, જેમાં નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન તરીકે હાજર રહ્યા. આ કાર્યક્રમ દેશભરમાં જીવંત પ્રસારિત થયો.
મંદિરનું સ્થાપત્ય નાગર શૈલીમાં બનાવાયું છે, ગુલાબી બલુઆ પથ્થરનો ઉપયોગ, લોખંડનો ઉપયોગ લગભગ નહિવત્પરંપરાગત ભારતીય કારીગરી દ્વારા અંદાજે ૧૬૧ ફૂટ ઊંચાઈ૩ માળ,૩૯૦ થી વધુ થાંભલા વિશાળ પરિસર અને યાત્રાધામ વિકાસ, આ મંદિરને પગલે સમગ્ર વિસ્તારનો વિકાસ થયો. નવું એરપોર્ટ, રેલવે સ્ટેશન આધુનિકીકરણ,રસ્તાઓ અને ઘાટો નો વિકાસ પ્રવાસન અને ધાર્મિક અર્થતંત્રમાં વૃદ્ધિ થવા પામી છે.
ભારતનું નવું સંસદ ભવનઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈમોદીના કાર્યકાળમાં જ બનાવવામાં આવ્યું અને ૨૮ મે ૨૦૨૩ના રોજ તેનું ઉદ્ધાટન થયું.
આ ભવન ભારતની લોકશાહી અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મહત્વપૂર્ણ પ્રતિક માનવામાં આવે છે, આની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો જૂના સંસદ ભવનની બાજુમાં, નવી દિલ્હી ખાતે બનાવેલ છે, આની ડિઝાઇન ત્રિકોણાકાર આકાર, જે ભારતીય સંસ્કૃતિ અને વાસ્તુશાષથી પ્રેરિત છે, નવા સંસદ ભવનમાં વધુ સભ્યો માટે જગ્યા રાખવામાં આવી છે, લોકસભા માટે લગભગ ૮૮૮ બેઠકો અને રાજ્યસભા માટે લગભગ ૩૮૪ બેઠકો તો સંયુક્ત સત્રમાંમાં ૧,૨૦૦થી વધુ સભ્યો બેસી શકે તેવી આંતરિક ડિઝાઇનથી બનાવેલ છે,ભવનની અંદર ભારતીય પરંપરા અને કળાને મહત્વ આપવામાં આવ્યું છે, લોકસભા હોલમાં મોર થીમ તો રાજ્યસભા હોલમાં કમળ થીમ અને વિવિધ રાજ્યોની કલા અને હસ્તકલા દર્શાવવામાં આવી છે, ઉદ્ધાટન સમયે તમિલ પરંપરાનું પ્રતિક માનવામાં આવતું સેંગોલ પણ સ્થાપિત કરવામાં આવ્યું હતું, આવો બીજો એક પ્રોજેક્ટ થયો તે છે અટલ સેતુ.
અટલ સેતુ
જેને સત્તાવાર રીતે અટલ બિહારી વાજપેયી સેવરીન્હાવા શેવા અટલ સેતુ કહેવામાં આવે છે, ભારતનો સૌથી લાંબો સમુદ્રી પુલ છે. આ પુલ મુંબઈને નવી મુંબઈ સાથે જોડે છે ,તેનું ઉદ્ધાટન પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ દ્વારા ૧૨મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ કરવામાં આવ્યુ હતુ, આ બ્રિજ વિશે જોઈએ તો આની કુલ લંબાઈ,લગભગ ૨૧.૮ કિમી સમુદ્ર ઉપરનો ભાગ, લગભગ ૧૬.૫ કિમી ૬-લેનનો આધુનિક એક્સપ્રેસવે આ બનાવવા પાછળ અંદાજિત લગભગ રૂ.૧૭,૮૪૦ કરોડનો ખર્ચ થયો હતો, ભારત નો સૌથી લાંબો સી બ્રિજ લ્ફર્ૂી તરીકે ઓળખાય છે.
આ બ્રીજ થી થયેલ લાભો ને જોઈએ તો અટલ સેતુને પગલે મુંબઈ થી નવી મુંબઈ જવાનો સમય લગભગ ૨ કલાકથી ઘટીને ૧૫૨૦ મિનિટ થયો જવારલાલ નહેરુ પોર્ટ અને મુંબઈ પોર્ટ વચ્ચે સારી કનેક્ટિવિટી મળી પુણે, ગોવા અને દક્ષિણ ભારત તરફના માર્ગમાં સરળતા આવી તેમજ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે મોટો ફાયદો થયો, આ બ્રીજની ટેકનોલોજી અને વિશેષતાઓ પણ આધુનિક છે,ભૂકંપ પ્રતિકારક ડિઝાઇન, સ્માર્ટ ટોલ અને ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, દરિયાઈ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખાસ ઇજનેરી કાર માટે લગભગ ૧૦૦ કિમી . પ્રતિ કલાક સુધી ની ગતિ મર્યાદા રાખવામાં આવી, રાજકીય અને વિકાસ લ્લષ્ટિએ પણ આ બ્રિજ અનેરું મહત્વ ધરાવે છે,આ પ્રોજેક્ટને ‘‘વિકસિત ભારત'' ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોડેલ તરીકે રજૂ કરવામાં આવ્યો. પ્રધાનમંત્રી મોદીએ તેને ભારતની આધુનિક ઇજનેરી અને ઝડપી વિકાસનું પ્રતિક ગણાવ્યું હતું.
આવા અનેક પ્રોજેક્ટ દ્વારા નરેન્દ્ર ભાઈ એ પ્રજાજનો ને વિશ્વાસ અપાવ્યો છે કે તેવો જે બોલશે તે કરશે.... માત્ર વાતો કે વાયદા નહીં નક્કર પરિણામો બતાવશે.
અગાઉ આપણે બધા એ જોયું છે કે અનેક પ્રોજેક્ટ ના ભૂમિપૂજન થતા પછી કોઈ ઠેકાણા નહોતા... પરંતુ હવે એવું નથી, ભૂમિપૂજન પણ નરેન્દ્રભાઇ કરે છે અને નિર્ધારિત સમયમાં ઉદ્ધાટન પણ નરેન્દ્રભાઇ ભાઈ કરે છે, આવા અનેક પ્રોજેક્ટ આપણી સામે છે, નરેન્દ્ર ભાઈ વડાપ્રધાન બન્યા પછી હજારો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ છે જેનુ ભૂમિપૂજન નરેન્દ્રભાઈ કર્યું હોય અને ઉદઘાટન પણ નરેન્દ્રભાઇએ જ કર્યું હોય એક્સપ્રેસ વે, હાઈવે એરપોર્ટ્સ , રેલવે સ્ટેશન આઈઆઈટી ઓ ,ધાર્મિક કોરોડોરો, ડિજિટલ પ્રોજેક્ટ્સ જેવા અનેક પ્રોજેક્ટ્સ નરેન્દ્ર ભાઈના હાથે જ પરિપૂર્ણ થયા છે... મેરા વચન હી મેરા શાસન જેને પગલે પ્રજાજનો તેમના ઉપર આંખ બંધ કરી વિશ્વાસ કરી રહ્યા છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
