તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
૨૦૩૦ પછી પણ દેશમાં મોદી મેજીક છવાયેલો રહેશે
મતદાનના ટ્રેન્ડના આધારે બ્લૂમબર્ગનો ચોંકાવનારો દાવોઃ બંગાળનો ચમત્કાર ચૂંટણીલક્ષી જીત નથી એક મોટો વૈચારિક બદલાવ છે : દક્ષિણ-પૂર્વમાં વધતો પ્રભાવ અને વિપક્ષી છાવણીના ગભરાટે પીએમ મોદીના માર્ગને વધુ સરળ બનાવ્યો

નવી દિલ્હી, તા.૧૧: ૨૦૩૦ પછી પણ દેશમાં મોદી-મોદી રહેશે. મતદાનના વલણોના આધારે બ્લૂમબર્ગનો દાવો. બ્લૂમબર્ગના એક અહેવાલમાં જણાવાયું છે કે બંગાળની ચૂંટણીમાં મળેલી જબરદસ્ત જીતથી ભાજપ મજબૂત બન્યો છે. તમિલનાડુ અને કેરળમાં શાસક પક્ષોની હારથી વિપક્ષી છાવણી નબળી પડી છે, પરંતુ ભાજપનો પ્રભાવ તેના પરંપરાગત ઉત્તરીય ગઢથી આગળ વધી ગયો છે.
પヘમિ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જબરદસ્ત જીતથી દેશમાં ભાજપનો વધતો પ્રભાવ પુષ્ટિ મળી છે. હિન્દી હાર્ટલેન્ડ રાજ્ય બંગાળ એકમાત્ર એવું રાજ્ય હતું જ્યાં ભાજપ હજુ સુધી પોતાનું કમળ ખીલાવી શકયું ન હતું. પરંતુ આ વખતે, બંગાળે એવો કરિશ્મા દર્શાવ્યો જે ભાજપે પહેલાં કયારેય મેળવ્યો ન હતો. બંગાળ અને આસામમાં મળેલી જીત, કેરળ અને તમિલનાડુમાં વધતી જતી તાકાત સાથે, સૂચવે છે કે પીએમ મોદી હવે ૨૦૩૦ પછી પણ સત્તામાં રહેવા માટે જમીન તૈયાર કરી રહ્યા છે. બ્લૂમબર્ગના અહેવાલમાં પણ આ વાતની પુષ્ટિ થાય છે. બ્લૂમબર્ગે મતદાનના વલણોના આધારે આ દાવો કર્યો હતો.
બ્લુમબર્ગના એક રિપોર્ટમાં જણાવાયું છે કે બંગાળની ચૂંટણીમાં ભાજપની જંગી જીત અને તમિલનાડુ અને કેરળમાં શાસક પક્ષોની હારથી વિપક્ષી છાવણીમાં વિભાજન થયું છે, જેનાથી ભાજપનો પ્રભાવ તેના પરંપરાગત ઉત્તરીય ગઢથી આગળ વધી રહ્યો છે. બ્લૂમબર્ગના વિશ્લેષણ મુજબ, પીએમ મોદી ૨૦૨૯ ના મધ્ય સુધીમાં અપેક્ષિત સામાન્ય ચૂંટણીઓમાં ભાજપની સંસદીય બહુમતી મેળવવા માટે એક વ્યૂહરચના અપનાવી રહ્યા છે. જો આવું થાય, તો તેઓ ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા નેતા બની શકે છે.
રિપોર્ટમાં, વોશિંગ્ટન સ્થિત એટલાન્ટિક કાઉન્સિલમાં દક્ષિણ એશિયાના સિનિયર ફેલો માઈકલ કુગેલમેને કહ્યું, ત્રણ વર્ષ ઘણો લાંબો સમય છે, પરંતુ મારું માનવું છે કે ભાજપ હવે ચોથી મુદત મેળવવા માટે ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. તાજેતરના વર્ષોમાં આ મોદીની સૌથી મોટી રાજકીય જીત છે.
આ બ્લૂમબર્ગ રિપોર્ટ તાજેતરની ચૂંટણીઓમાં મતદાન પેટર્નના આધારે આ દાવો કરે છે. મતદાતા વલણોના બ્લૂમબર્ગના વિશ્લેષણમાં બંગાળમાં બેઠક સ્તરે વધતા ધ્રુવીકરણનો ખુલાસો થયો છે. એક દાયકા પહેલા ભાજપે માત્ર ત્રણ બેઠકો જીતી હતી, પરંતુ ગયા અઠવાડિયે તેણે ૨૦૭ બેઠકો જીતીને રાજ્ય વિધાનસભામાં બે તળતીયાંશ બહુમતી મેળવી હતી.
વિશ્લેષણમાં જાણવા મળ્યું કે ભાજપનો ફાયદો રાજ્યભરમાં એકસમાન નહોતો, પરંતુ મોટાભાગે મોટી હિન્દુ વસ્તી ધરાવતી બેઠકો અને જ્યાં પક્ષ પહેલાથી જ મજબૂત હતો ત્યાં કેન્દ્રિત હતો.
બ્લૂમબર્ગનું આ વિશ્લેષણ બેઠક-સ્તરના વલણો પર આધારિત છે, લોકોએ કોને મત આપ્યો તેના પર નહીં. આ વિશ્લેષણ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં ક્વોલિટેટિવ મેથડ્સના એસોસિયેટ પ્રોફેસર રાફેલ કોહેન સુસેવિન્ડના સંશોધન પર આધારિત છે. તેમના સંશોધનમાં દરેક બેઠકની સંભવિત ધાર્મિક રચનાનો અંદાજ કાઢવા માટે પヘમિ બંગાળની મતદાર યાદીઓમાં નામોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તાજેતરની કોઈ વસ્તી ગણતરી થઈ ન હોવાથી, આ પરિણામોને પ્રોક્સી (અંદાજે સંકેત) તરીકે ગણવા શ્રેષ્ઠ છે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
