<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

મોદીના પિતા પર ટિપ્‍પણી કરી ખડગે ફસાયા સર્વેમાં ૬૮% લોકોમાં PM પદની ગરીમા વિરૂધ્‍ધ ગણાવ્‍યું

કોંગ્રેસ પક્ષની હતાશા અને વૈચારિક નાદારીઃ ૫૪% લોકોનો મત

નવી દિલ્‍હી તા.૨૮: વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી પર કોંગ્રેસ પ્રમુખ મલ્‍લિકાર્જુન ખડગેની વિવાદાસ્‍પદ ટિપ્‍પણીઓ હવે રાજકીય ચર્ચાના કેન્‍દ્રમાં છે. મેટ્રિક્‍સ ન્‍યૂઝ કોમ્‍યુનિકેશન એજન્‍સી દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં દાવો કરવામાં આવ્‍યો છે કે ૬૮% ઉત્તરદાતાઓ માને છે કે ખડગેની ટિપ્‍પણીઓ વડા પ્રધાન કાર્યાલયની ગરિમાનું અપમાન કરે છે. દરમિયાન, ૫૪% લોકોએ આ ટિપ્‍પણીઓને કોંગ્રેસ પક્ષની હતાશા અને વૈચારિક નાદારીની નિશાની ગણાવી. એજન્‍સી અનુસાર, આ સર્વે ૨૫ થી ૨૭ ઓક્‍ટોબર દરમિયાન ૫,૦૦૦ લોકો વચ્‍ચે ટેલિફોન દ્વારા કરવામાં આવ્‍યો હતો.

રવિવારે બિહારના પ્રથમ મુખ્‍યમંત્રી શ્રી કૃષ્‍ણ સિહની ૧૩૯મી જન્‍મજયંતિ નિમિત્તે પટણામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન વિવાદ થયો હતો. કાર્યક્રમમાં એક વ્‍યક્‍તિએ કહ્યું, વડાપ્રધાન ક્‍યાંય જશે નહીં. જવાબમાં ખડગેએ કહ્યું, મોદીના પિતા પણ જશે. આ નિવેદનથી રાજકીય વિવાદ થયો.

મેટ્રિક્‍સ ન્‍યૂઝ કોમ્‍યુનિકેશન એજન્‍સી દ્વારા સર્વે કરાયેલા ૭૨% લોકોએ સંમતિ દર્શાવી હતી કે ખડગેની ટિપ્‍પણી સનાતન સંસ્‍કૃતિ અને ભારતીય મૂલ્‍યો પ્રત્‍યે અનાદર દર્શાવે છે. એજન્‍સી અનુસાર, મોટાભાગના લોકોએ આ નિવેદનને વડા પ્રધાન પદની ગરિમાની વિરુદ્ધ માન્‍યું હતું. સર્વેમાં એ પણ બહાર આવ્‍યું છે કે ઘણા લોકોએ આ ટિપ્‍પણીને વિરોધી પક્ષની હતાશા સાથે જોડી હતી.

સર્વે અનુસાર, જ્‍યારે પૂછવામાં આવ્‍યું કે શું ખડગેનું નિવેદન કોંગ્રેસ પક્ષની હતાશા અને વૈચારિક નાદારીને પ્રતિબિબિત કરે છે, ત્‍યારે ૫૪ ટકા લોકોએ હા જવાબ આપ્‍યો. એજન્‍સીએ દાવો કર્યો હતો કે સહભાગીઓએ ટિપ્‍પણી પર ખુલ્‍લેઆમ પોતાના મંતવ્‍યો વ્‍યક્‍ત કર્યા હતા, તેને રાજકીય શિષ્ટાચાર અને ભારતીય મૂલ્‍યો સાથે જોડીને

(10:50 AM IST)