News of Sunday, 19th July 2026
ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈના ટોચના લશ્કરી સલાહકાર મોહસીન રેઝાની ખુલ્લી ધમકી: જો અમેરિકા પોતાની સૈન્ય કાર્યવાહી તાત્કાલિક બંધ નહીં કરે તો ઈરાન બચાવની નીતિ છોડીને મોટા પાયે આક્રમક લશ્કરી ઓપરેશન શરૂ કરશે: આરપારના જંગની સ્થિતિ

તહેરાન: અમેરિકા અને ઈરાન વચ્ચે હવે સ્થિતિ અતિશય સ્પોટક બની ગઈ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ અનિવાર્ય હોવાનું જણાવ્યું છે ત્યારે બીજી તરફ અમેરિકાના સતત હુમલાઓ સામે ઈરાને પણ હવે આક્રમક વલણ અપનાવ્યું છે.
ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈના ટોચના લશ્કરી સલાહકાર અને રિવોલ્યુશનરી ગાર્ડ્સના પૂર્વ કમાન્ડર મોહસીન રેઝાઈએ સરકારી ટેલિવિઝન પર ખુલ્લી ચેતવણી આપી છે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો અમેરિકા પોતાની સૈન્ય કાર્યવાહી તાત્કાલિક બંધ નહીં કરે તો ઈરાન બચાવની નીતિ છોડીને મોટા પાયે આક્રમક લશ્કરી ઓપરેશન શરૂ કરશે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
