તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
મની લોન્ડરિંગ કેસ: યાસીન મલિક, એન્જિનિયર રશીદ સહિત ૭ આરોપીઓ સામે ટ્રાયલ ચલાવવાનો દિલ્હી કોર્ટે આપ્યો આદેશ
પીએમએલએ (PMLA) અંતર્ગત આરોપો નક્કી કરવા માટે પૂરતા પુરાવા મળ્યા હોવાનું અદાલતે તારવ્યું; કેસમાં સંડોવણી અંગે મજબૂત શંકા વ્યક્ત કરાઈ.

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર સાથે સંકળાયેલા ચર્ચાસ્પદ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની એક વિશેષ અદાલતે કડક પગલું ભમતા જેલના સળિયા પાછળ રહેલા કટ્ટરપંથી નેતા યાસીન મલિક, સાંસદ એન્જિનિયર રશીદ સહિત કુલ સાત આરોપીઓ સામે ટ્રાયલ (કોર્ટની કાર્યવાહી) ચલાવવાનો આદેશ આપ્યો છે.
વિશેષ ન્યાયાધીશ શર્માની અદાલતે રેકોર્ડ પર ઉપલબ્ધ સામગ્રી અને પુરાવાઓની ગંભીર નોંધ લેતા જણાવ્યું હતું કે, આ તમામ આરોપીઓની ગુનામાં સંડોવણી હોવાની મજબૂત શંકા ઊભી થાય તેટલા પર્યાપ્ત પુરાવાઓ ઉપલબ્ધ છે. જેને પગલે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની કલમો હેઠળ આ તમામ સાત આરોપીઓ સામે ઔપચારિક રીતે આરોપો ઘડવાનો (framing of charges) આદેશ આપવામાં આવ્યો છે.
આ હાઇ-પ્રોફાઇલ કેસમાં તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો અને પુરાવાઓના આધારે કોર્ટે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કાયદાકીય નિષ્ણાતોના મતે, આ આદેશથી હવે આ તમામ આરોપીઓની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે અને આગામી દિવસોમાં આ મામલે કોર્ટની કાર્યવાહી વધુ ઝડપી બનશે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
