તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
દેશભરમાં ચોમાસું ફરી સક્રિય: 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં અતિભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર

નવી દિલ્હી : દેશભરમાં ચોમાસું ફરી સક્રિય બનતાં આગામી કલાકોમાં 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં અતિભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 18 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે. અનેક જિલ્લાઓમાં અચાનક પૂર આવવાની ચેતવણી અપાઈ છે, જ્યારે પહાડી વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને ભૂસ્ખલનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આસામ અને આસપાસના પૂર્વોત્તર રાજ્યોમાં 1 ઓગસ્ટ સુધી ભારે વરસાદ સાથે વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ શકે તેવી હવામાન વિભાગે ચેતવણી આપી છે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
