તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
સોમવારથી સંસદના ચોમાસુ સત્રનો ધમાકેદાર પ્રારંભ
દક્ષિણના રાજ્યો આરપારના મૂડમાં!: બે તૃતીયાંશ બહુમતીનો આંકડો મેળવવા માટે NDAએ વિપક્ષી સાંસદોને પોતાના પક્ષમાં લેવાની રણનીતિ તેજ કરીઃ સીમાંકન બિલ પર ‘મહાભારત' થવાના એંધાણ : અનેક મહત્વના બિલ રજૂ કરાશેઃ વન નેશન વન ઈલેકશન બિલ પર લટકતી તલવારઃ વિપક્ષ અનેક મહત્વના મુદ્દે સરકારનો કરશે ઘેરાવ

નવી દિલ્હી, તા.૧૮: સંસદનું આગામી ચોમાસુ સત્ર રાજકીય ગરમાવો લાવવા માટે બિલકુલ તૈયાર છે, કારણ કે પડદા પાછળ સરકાર સીમાંકન બિલ રજૂ કરવાની જોરદાર તૈયારી કરી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. જો કે સત્રના સત્તાવાર એજન્ડામાં હજુ સુધી આ બિલનો સીધો ઉલ્લેખ નથી, પરંતુ NDAના મોવડી મંડળે આ ઐતિહાસિક બંધારણીય સુધારાને પસાર કરાવવા માટે જરૂરી બે તળતીયાંશ બહુમતી એકઠી કરવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દીધું છે. એપ્રિલના ખાસ સત્રમાં ૧૩૧મો બંધારણીય સુધારો પૂરતું સમર્થન ન મળવાને કારણે અટકી પડ્યો હતો, પરંતુ આ વખતે બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે સરકાર નવો દાવ ખેલવા જઈ રહી છે, જેના કારણે દિલ્હીના રાજકારણમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે.
છેલ્લા કેટલાક મહિનાઓમાં વિપક્ષી ખેમામાં પડેલા મોટા ભંગાણે ભાજપનો આત્મવિશ્વાસ બમણો કરી દીધો છે. તળણમૂલ કોંગ્રેસના ૨૦ અને શિવસેનાના ૬ સાંસદો NDA તરફ વળ્યા બાદ લોકસભામાં સરકારનું પલ્લું ભારે થયું છે. એટલું જ નહીં, ભાજપ હવે કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા અન્ય પ્રાદેશિક પક્ષો જેવા કે DMK અને NCP (SP) પર પણ નજર રાખી રહ્યું છે. ભાજપની રણનીતિ માત્ર તરફેણમાં મતદાન કરાવવાની જ નથી, પરંતુ વિપક્ષના કેટલાક જૂથો મતદાનથી દૂર રહે તેવું વાતાવરણ ઊભું કરવાની પણ છે, જેથી ગળહમાં હાજર સભ્યોની સંખ્યા ઘટે અને બિલ પસાર કરવાનો માર્ગ સરળ બની જાય. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના ઘરે મળેલી હાઈ-પ્રોફાઈલ બેઠક આ શક્તિ-દર્શનની સાક્ષી પૂરે છે.
બીજી તરફ, દક્ષિણ ભારતના રાજ્યો આ બિલના વિરોધમાં એક થઈ ગયા છે અને કેન્દ્ર સામે આરપારની લડાઈ લડવાના મૂડમાં છે. તમિલનાડુના સત્તાધારી પક્ષ DMK ના પ્રમુખ એમ.કે. સ્ટાલિને લંડનથી જ વીડિયો કોન્ફરન્સ દ્વારા આક્રમક રણનીતિ તૈયાર કરી છે. દક્ષિણના નેતાઓનો મુખ્ય આક્ષેપ છે કે વસ્તી નિયંત્રણના નિયમોનું ચુસ્ત પાલન કરવા છતાં, નવા સીમાંકનથી દક્ષિણના રાજ્યોની લોકસભા બેઠકો ઘટી જશે અને ઉત્તર ભારતના રાજ્યોનો પ્રભાવ વધી જશે, જે દેશમાં ઉત્તર-દક્ષિણની ખાઈ વધુ પહોળી કરશે. આ સાથે જ, સંસદમાં સભ્યોની સંખ્યા ૫૪૩ થી વધીને ૮૫૦ થવાના કારણે સામાન્ય સાંસદો માત્ર પ્રેક્ષક બનીને રહી જશે તેવી ચિંતાઓ પણ વિપક્ષ દ્વારા જોરશોરથી ઉઠાવવામાં આવી રહી છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
