<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભઃ શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને

સત્ર તોફાની બનવાના એંધાણઃ સીમાંકન અને રામ મંદિર વિવાદ સહિત ૭ મુખ્‍ય બિલો એજન્‍ડા પર રામ મંદિર દાનથી લઈને NEET પેપર લીક અને મણિપુર મુદ્દે વિપક્ષ સરકારનો ઘેરાવો કરશેઃ ઓમ બિરલાની ગળહને શાંતિથી ચલાવવાની અપીલ

નવી દિલ્‍હી, તા.૨૦: સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા જ દિલ્‍હીના રાજકીય ગલિયારાઓમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આજથી શરૂ થઈ રહેલા આ સત્રમાં શાસક પક્ષ અને વિપક્ષ બંને પોતપોતાની વ્‍યુહરચના સાથે મેદાનમાં ઉતર્યા છે, જેના કારણે આ સત્ર અત્‍યંત તોફાની રહેવાની આશંકા સેવાઈ રહી છે. સત્રના બરાબર એક દિવસ પહેલા રવિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠક અને લોકસભાની વ્‍યાપાર સલાહકાર સમિતિની બેઠકમાં જ સરકાર અને વિરોધ પક્ષો વચ્‍ચેના તીખા મતભેદો ખુલ્લા પડી ગયા હતા. એકતરફ સરકારે સંસદની કાર્યવાહી સુગમ રીતે ચલાવવા માટે સહયોગ માંગ્‍યો છે, તો બીજી તરફ વિપક્ષે સરકારને ઘેરવા માટેના મુદ્દાઓની લાંબી યાદી તૈયાર કરી લીધી છે.

બેઠકની શરૂઆતમાં જ ભારે હોબાળો જોવા મળ્‍યો હતો, જ્‍યારે તળણમૂલ કોંગ્રેસ અને શિવસેનાના બળવાખોર જૂથોની હાજરીને લઈને વિપક્ષી નેતાઓએ વિરોધ નોંધાવતા બેઠકમાંથી થોડીવાર માટે વોકઆઉટ કર્યો હતો. ખાસ કરીને તળણમૂલ કોંગ્રેસના ૨૦ બળવાખોર સાંસદોના જૂથનેઆમંત્રણ આપવા સામે વિપક્ષે ઉગ્ર વાંધો ઉઠાવ્‍યો હતો. જો કે, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ સ્‍પષ્ટ કર્યું છે કે સત્ર માટે આઠ મહત્‍વના બિલોની યાદી તૈયાર કરવામાં આવી છે, અને કોઈપણ અન્‍ય કાયદાકીય કામકાજ અંગે વ્‍યાપાર સલાહકાર સમિતિમાં ચર્ચા કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે.

વિપક્ષી દળોએ આ સત્રમાં સરકારને ઘેરવા માટે સળગતા મુદ્દાઓનું મોટું લિસ્‍ટ તૈયાર કર્યું છે. કોંગ્રેસ, સપા અને ડીએમકે સહિતના પક્ષોએ અયોધ્‍યા રામ મંદિરમાં કથિત દાન ચોરી, દેશવ્‍યાપી NEET પેપર લીક કૌભાંડ, ઇથેનોલ નીતિ, મણિપુરની હિંસા, ખેડૂતોના પ્રશ્‍નો અને સરકારી સેવાઓમાં પછાત, દલિત તેમજ લઘુમતી સમુદાયની ઉપેક્ષા જેવા ગંભીર વિષયો પર તાત્‍કાલિક ચર્ચાની માંગ કરી છે. આ ઉપરાંત, ડીએમકે દ્વારા મહિલા અનામત અને સીમાંકન અંગે સરકાર પાસે સ્‍પષ્ટ ફોર્મ્‍યુલા માંગવામાં આવી છે, જે દર્શાવે છે કે વિપક્ષ આ વખતે ગળહમાં જરાય નરમ વલણ અપનાવવાના મૂડમાં નથી.

વિરોધ પક્ષોના નેતાઓએ આ વખતે અત્‍યંત આક્રમક વલણ અપનાવ્‍યું છે. કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ અયોધ્‍યામાં રામ મંદિરના નામે થયેલી કથિત દાન ચોરી, ઇથેનોલ નીતિ, વિદ્યાર્થીઓના ભવિષ્‍ય સાથે જોડાયેલા મુદ્દાઓ અને મણિપુરની વર્તમાન પરિસ્‍થિતિ પર તાત્‍કાલિક ચર્ચાની માંગ કરી છે. આ ઉપરાંત, સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્‍દ્ર યાદવે NEET પ્રશ્‍નપત્ર લીક કૌભાંડ, ચૂંટણી પંચની કથિત એકપક્ષીય કામગીરી અને સરકારી સેવાઓમાં PDA (પછાત, દલિત અને લઘુમતી) સમુદાયની ઉપેક્ષાનો ગંભીર મુદ્દો ઉઠાવ્‍યો હતો. જ્‍યારે ડીએમકેના તિરુચી શિવાએ મહિલા અનામત અને સીમાંકન અંગે સરકાર પાસે સ્‍પષ્ટ ફોર્મ્‍યુલા માંગી છે. આ તમામ તણાવ વચ્‍ચે, લોકસભા અધ્‍યક્ષ ઓમ બિરલાએ તમામ પક્ષોને સંસદીય પરંપરાઓનું પાલન કરી જાહેર હિતના મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા કરવા માટે વિનંતી કરી છે.

(11:24 AM IST)