News of Tuesday, 8th September 2026
વડોદરામાં નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે એક કલાકમાં છ હજારથી વધુ પાસ બુક થયા

રાજકોટ, તા. ૮ : વડોદરામાં યોજાયેલ ‘‘નમો ફોર વિકસીત ભારત'' કાર્યક્રમને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. બુકમાયશૉ મારફતે રજિસ્ટ્રેશન શરૂ થયાના એક કલાકની અંદર ૬,૦૦૦થી વધુ પાસ બુક થઈ ગયા હતા. ઉપલબ્ધ તમામ પાસ બુક થઈ ગયા બાદ રજિસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી હતી, જ્યારે આશરે ૧૫,૦૦૦ અન્ય અરજદારોને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે.
આ કાર્યક્રમને સંબોધશે. કાર્યક્રમમાં અદ્યતન ટેક્રોલોજી આધારિત ડિજિટલ રજિસ્ટ્રેશન અને પ્રવેશ વ્યવસ્થાનો ઉપયોગ આવ્યો હતો. આ પહેલની વિશેષતા એ પણ છે કે પ્રથમ વખત કોઈ સરકારી કાર્યક્રમ માટે ખાનગી ડિજિટલ પ્લેટફોર્મ મારફતે મફત પ્રી-બુકિંગની સુવિધા આપવામાં આવી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (વીએમસી) દ્વારા રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે બુકમાયશૉ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચકાસણી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ સહભાગીઓને તેમની કેટેગરી અનુસાર કાંડા પર પહેરવાના અલગ-અલગ રંગનાબેન્ડ (રિસ્ટબેન્ડ્સ) આપવામાં આવેલ. પ્રવેશદ્વાર પર બુકમાયશૉના સ્વયંસેવકો અને સુરક્ષા કર્મચારીઓ સહભાગીઓને મદદ કરી હતી.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
