<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

તેલંગાણામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા માટે વધુ સમય : હવે ૩૦ નવેમ્બરે આખરી મતદારયાદી જાહેર થશે

રાજ્યમાં લાખો મતદારોના દસ્તાવેજોની ચકાસણી અને સુનાવણીની કામગીરી હાથ ધરાઈ

હૈદરાબાદ : કેન્દ્રીય ચૂંટણી પંચે તેલંગાણામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયાની સમયમર્યાદા લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની રજૂઆત બાદ ચૂંટણી પંચે વાંધા, દાવાઓ અને નોટિસોના નિકાલની મુદત ૨૬ નવેમ્બર સુધી વધારી છે. અગાઉ આ પ્રક્રિયા ૫ નવેમ્બરે પૂર્ણ થવાની હતી. હવે આખરી મતદારયાદી ૯ નવેમ્બરના બદલે ૩૦ નવેમ્બરે પ્રસિદ્ધ કરવામાં આવશે. રાજ્યમાં લાખો મતદારોના દસ્તાવેજોની ચકાસણી અને સુનાવણીની કામગીરી હાથ ધરાઈ છે. ચૂંટણી પંચે તેલંગાણા ઉપરાંત આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, નાગાલેન્ડ અને દિલ્હીમાં પણ મતદારયાદી સુધારણાના કાર્યક્રમમાં ફેરફાર કર્યા છે

(9:40 PM IST)