તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
જરા સામાન જોજો... કહી ૧૫ દિવસના માસૂમને ટ્રેનમાં છોડી માતા ગાયબ
માની મમતા મરી પરવારીઃ માત્ર ૧૫ દિવસના બાળકને ટ્રેનમાં છોડીને ગાયબઃ મુંબઈની હાર્બર લાઈન પર સીએસએમટી-પનવેલ લોકલ ટ્રેનમાં એક કાળજું કંપાવી દેનારો કિસ્સો સામે આવ્યો વીડિયો જોઈને આંખો ભીની થઈ જશે સોશિયલ મીડિયા પર પણ લોકો ભાત-ભાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે

મુંબઈ તા.૨૧: માતાની મમતા આ દુનિયાનો સૌથી મજબૂત સંબંધ માનવામાં આવે છે. બાળકોના ખાવા-પીવાથી લઈને તેમની દરેક નાની-મોટી જરૂરિયાતનું ધ્યાન માતા રાખે છે. બાળક તકલીફમાં હોય તો માતાનું દિલ પણ અસ્વસ્થ થઈ જાય છે, પરંતુ મુંબઈથી સામે આવેલી એક ઘટનાએ આ જ મમતા પર કેટલાય સવાલો ઊભા કરી દીધા છે. અહીં એક માતા પોતાના માત્ર ૧૫ દિવસના માસૂમને ચાલતી લોકલ ટ્રેનમાં એકલો છોડીને ઉતરી ગઈ હતી. ઘટના મુંબઈની હાર્બર લાઈનની પનવેલ જઈ રહેલી લોકલ સાથે જોડાયેલી જણાવવામાં આવી રહી છે. માહિતી મુજબ, એક મહિલા પોતાના ૧૫ દિવસના નવજાત બાળક અને કેટલાક સામાન સાથે લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. ટ્રેન જ્યારે સીવુડ્સ સ્ટેશન પહોંચી, તો મહિલાએ ત્યાં હાજર બે સહયાત્રીઓ પાસે પોતાનો સામાન સંભાળવામાં મદદ માંગી. સહયાત્રીઓને કદાચ જરાય અંદાજો નહોતો કે આગામી કેટલીક ક્ષણોમાં શું થવાનું છે. મહિલાએ તેમને સામાન જોવા માટે કહ્યું અને પછી મોકો જોઈને પોતે ટ્રેનમાંથી નીચે ઉતરી ગઈ અને પોતાના ૧૫ દિવસના બાળકને ત્યાં જ ટ્રેનની અંદર છોડી ગઈ હતી. થોડી વાર પછી જ્યારે મુસાફરોને આ વાતનો અહેસાસ થયો કે, મહિલા ટ્રેનમાં નથી અને બાળક એકલું છે, તો તેઓ હેરાન થઈ ગયા હતા. તેમણે માસૂમને સંભાળ્યો અને મામલાની માહિતી સંબંધિત લોકો સુધી પહોંચાડી હતી. વિચારો, જે બાળકે હજુ દુનિયાને સરખી રીતે જોઈ પણ નહોતી, તેને માતા આ રીતે એકલું છોડી ગઈ હતી. તે બાળક ન તો પોતાની વાત કહી શકતું હતું અને ન તો એ સમજી શકતું હતું કે આખરે તેની સાથે શું થયું છે? આ ઘટનાએ ફરી એકવાર એ સવાલ ઊભો કરી દીધો છે કે, આખરે એક નવજાત બાળકને આ રીતે એકલું છોડી દેવાની નોબત કેમ આવી? બાળકની સંભાળ રાખવી મુશ્કેલ હતી, તો શું કોઈ બીજો રસ્તો નહોતો? બાળક માત્ર ૧૫ દિવસનું હતું, તેને માતાની સૌથી વધુ જરૂર હોય છે. એવામાં ચાલતી ટ્રેનમાં તેને એકલું છોડી દેવું કોઈના માટે પણ ઝંઝોડી નાખનારી બાબત છે. ઘટના સાથે જોડાયેલી માહિતી સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ લોકો ભાત-ભાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો મહિલાના આ પગલાં પર સવાલો ઉઠાવી રહ્યા છે, તો કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે, બાળકને જન્મ આપ્યા પછી તેને આ રીતે છોડી દેવું અત્યંત દર્દનાક છે.
બાળક માત્ર ૧૫ દિવસનું હતું, તેને માતાની સૌથી વધુ જરૂર હોય છે. ઍવામાં ચાલતી ટ્રેનમાં તેને ઍકલું છોડી દેવું કોઈના માટે પણ ઝંઝોડી નાખનારી બાબત છે. ઘટના સાથે જાડાયેલી માહિતી સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ લોકો ભાત-ભાતની પ્રતિક્રિયાઅો આપી રહ્ના છે. ઘણા લોકો મહિલાના આ પગલાં પર સવાલો ઉઠાવી રહ્ના છે, તો કેટલાક લોકો ઍવું પણ કહી રહ્ના છે કે બાળકને જન્મ આપ્યા પછી તેને આ રીતે છોડી દેવું અત્યંત દર્દનાક છે.(
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
