<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

બે બાળકોની મમ્‍મીને એક બાળકના પપ્‍પા સાથે થયો પ્રેમ, બન્નેએ હોટેલમાં મળીને એકસાથે ઝેર ખાઈ લીધું

પરિવારના વિરોધના ડરથી કાનપુરની હોટેલમાં ઝેર ખાઈ જીવન ટૂંકાવ્‍યું: રૂમમાંથી ઝેરની પડીકીઓ મળી આવી

કાનપુર,તા.૧૪: ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં રહેતી બે સંતાનોની માતા શિવાંગી તિવારીને ફત્તેહપુરમાં રહેતા એક સંતાનના પિતા દિગ્‍વિજય સિહ સાથે પ્રેમ થઈ ગયો હતો. બન્ને એકમેકના પ્રેમમાં ગળાડૂબ હતાં, પરંતુ પરિવારજનો તેમના પ્રેમને નહીં સમજી શકે એવું લાગતાં તેમણે જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો. બન્ને શનિવારે બપોરે કાનપુરની એક હોટેલમાં ગયાં. સાંજે ૪ વાગ્‍યાના અરસામાં તેમના રૂમમાંથી શિવાંગીની બૂમો સંભળાઈ રહી હતી. તેમના રૂમનો દરવાજો ખુલ્‍લો હતો. શિવાંગી બૂમો પાડીને પાણી માગી રહી હતી, જ્‍યારે દિગ્‍વિજય સિહ અચેત અવસ્‍થામાં બેડ પર પડ્‍યો હતો. શિવાંગીને પાણી પીવડાવીને તરત જ બન્નેને હોસ્‍પિટલ ભેગા કરવામાં આવ્‍યાં હતાં. જોકે ત્‍યાં સારવાર દરમ્‍યાન બન્ને મૃત્‍યુ પામ્‍યાં હતાં. હોટેલના રૂમમાંથી ઝેરની પડીકીઓ મળી હતી. બન્નેએ આત્‍મહત્‍યા કરી લીધી હતી. શિવાંગી ઘરેથી નીકળી ત્‍યારે તેણે ઝેર ખાઈને મરી જઈશ એવી ધમકી આપી હતી. હોટેલમાં બન્નેએ પતિ-પત્‍ની તરીકે રૂમ બુક કરાવ્‍યો હતો.

(9:53 AM IST)