તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
કુ.અપર્ણા મુકુન્દ ચંદારાણા યુરોપીયન કલાસીકલ બેલે નૃત્યક્ષેત્રે કાલે મેટ્રો મનીલા-ફીલીપાઈન્સમાં આંતરરાષ્ટ્રીય રંગમંચ પ્રવેશ કરશે

રાજકોટઃ ભારતીય શાસ્ત્રીય નૃત્યો, કન્ટેમ્પરી ડાન્સ અને પરંપરાગત માર્શલ આર્ટ ક્લરીપટ્ટની ખ્યાતનામ કલાકાર કુ.અર્પણા ચંદારાણા રશીયન વેગાનોવા શાસ્ત્રીય બેલે નૃત્ય તથા , ફલેકસીબીલીટી શારીરિક ક્ષમતા પ્રાપ્તી અર્થે રીધમીક જીમનેસ્ટીકનો વિશેષ અભ્યાસ કરી રહ્યા છે. તા.૩૦ ઓક્ટોબરે આવતીકાલે ક્લાસીકલ બેલેના ‘ટાઈકોવસ્કીના ફીમેલ વેરીએશન' દ્વારા આંતરરાષ્ટ્રીય રંગમંચ પ્રવેશ મેટ્રો-મનાલી ફીલીપાઈન્સ કરી રહી છે. કુ.અર્પણા ઉપર શુભેચ્છાવર્ષા થઈ રહી હોવાનું મુકુંદ ચંદારાણા (મો.૯૪૨૭૭ ૨૦૧૭૫) એ જણાવ્યું છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
