હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નવી દિલ્હીમાં રામલીલા મેદાનમાં ગઠબંધનની મહારેલી પહેલા કાદવ-કીચડ, વરસાદે વધારી મુશ્કેલી : ડોલથી પાણી કાઢવાની કામગીરી
વરસાદને કારણે જ ગઈકાલે 30 ઓક્ટોબરે યોજાનાર CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'Public Impeachment' નો કાર્યક્રમ પણ આજે 31 ઓક્ટોબરે બપોરે 2.30 વાગ્યે મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ખસેડાયો

નવી દિલ્હી તા.૩૧ : દિલ્હીના રામલીલા મેદાનમાં 1 નવેમ્બરે INDIA ગઠબંધનની 'Vote Bachao, Desh Bachao' મહારેલી યોજાવાની છે, પણ સતત 2 દિવસના વરસાદે તૈયારીઓમાં વિઘ્ન નાખ્યું છે.
મેદાનના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયું છે અને કાદવ-કીચડ થઈ ગયું છે. આયોજકો તરફથી પાણી કાઢવા અને મેદાન સમતલ કરવાનું કામ ચાલુ છે. મેદાનની ક્ષમતા લગભગ 1.5 લાખની છે અને 2 અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે.
વરસાદને કારણે જ ગઈકાલે 30 ઓક્ટોબરે યોજાનાર CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'Public Impeachment' નો કાર્યક્રમ પણ આજે 31 ઓક્ટોબરે બપોરે 2.30 વાગ્યે મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ખસેડાયો હતો.
1 નવેમ્બરે રાહુલ ગાંધીની આગેવાનીમાં બપોરે 12 વાગ્યે Minto Road - Connaught Place જંક્શનથી Ramlila Maidan સુધી 'Chalo Dilli' માર્ચ પણ કાઢવામાં આવશે. દિલ્હી પોલીસે મેદાનને 14 ઝોનમાં વહેંચી સેંકડો HD કેમેરા લગાવી સુરક્ષા વધારી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
