તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
મુંબઈમાં યુવકે મિત્રની હત્યા કરી લાશ છૂપાવી, મૃતકે સપનામાં આવી રંજાડતાં ગુનો કબૂલ્યો !
આરોપીની કેફિયત સાંભળી પોલીસ પણ ચોંકી : નજીવી તકરારમાં મિત્રની હત્યા કરી, લાશ ગુણીમાં ભરી ખાડી પાસે ફેંકી : ૨૦ દિવસથી મૃતક સપનામાં આવવા માંડ્યો !

મુંબઈ, તા.૪: ડોમ્બિવલીમાં એક વિચિત્ર ઘટનામાં એક મિત્રએ નજીવી તકરારમાં તેના મિત્રની હત્યા કરી અન્યની મદદથી લાશ સગેવગે કરી દીધી હતી. જોકે, થોડા દિવસો બાદ અચાનક આ હત્યા કરનારાએ જાતે પોલીસ મથકે પહોંચી જઈ મૃતક મિત્ર રોજ સપનામાં આવી તેને સતાવી રહ્યો છે એમ કરી હત્યાની કબૂલાત કરતાં પોલીસ પણ અવાક થઈ ગઈ હતી. પોલીસે આ હત્યારાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
આ બાબતે વધુ વિગત આપતા ડોમ્બિવલીના વિષ્ણુનગરના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રફુલ્લા જાધવે જણાવ્યું હતું કે ડોમ્બિવલી પヘમિના મોઠાગાંવ વિસ્તારમાં પ્રભુ કરકડે અને વિશાલ કદમ નામના બે મિત્રો દારૂ પીવા બેઠા હતા. આ સમયે નજીવા કારણસર બંને મિત્રોમાં વિવાદ થયો હતો.
આ વિવાદ વકરતા પ્રભુ કરકડેએ વિશાલ કદમને માર માર્યો હતો. કરકડેએ કદમને ઢોર માર મારતાં કદમ મૃત્યુ થાય હતા. આ બાદ કરવા જાણ ઘરમાલિક સંદીપ મ્હાત્રેને કરી હતી. મ્હાત્રેએ પ્રભુ કરકડેને જણાવ્યું હતું કે તુ હજી યુવાન છે, તારા લગ્ન પણ થયા નથી. જો તુ જેલમાં ગયો તો તારુ જીવન બરબાદ થઇ જશે. ત્યારબાદ આ બંનેએ મળી કદમને લાશને એક ગુણીમાં ભરી હતી અને ખાડી કિનારે એક નિર્જન સ્થળે ફેંકી દીધી હતી.
પ્રભુ કરકડેના દાવા અનુસાર હત્યા થઈ તે પછી ૨૦ દિવસથી રોજ વિશાલ રાતે તેના સપનામાં આવતો હતો અને તેને રંજાડતો હતો. તેના લીધે પ્રભુની ઉંઘ હરામ થઈ ગઈ હતી. વિશાલનો આત્મા પોતાને નહીં છોડે તેવં લાગતાં તેણે જાતે જ પોલીસ સમક્ષ પહોંચી જઈ હત્યાની કબૂલાત કરી લીધી હતી
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
