તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળીઃ બે વિમાન સામસામે આવી ગયા
એર ઈન્ડિયાની ફલાઈટ ટેક-ઓફ કરવા માટે રનવે પર ગતિ કરી રહી હતી, ત્યારે જ સામે બીજું વિમાન આવી પહોંચતા હડકંપ મચી ગયો : એર ટ્રાફિક કંટ્રોલની સમયસૂચકતા અને પાયલટની ત્વરિત બ્રેકને કારણે સેંકડો મુસાફરોના જીવ બચી ગયાઃ આ ઘટનાએ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા

મુંબઈ,તા.૦૮: મંગળવારે મુંબઈ એરપોર્ટ પર એક ખતરનાક ઘટના બની હતી. એર ઈન્ડિયાની ફલાઈટ ખ્ત્૬૫૭ ઉડાન ભરવા માટે રનવે પર પૂરઝડપે આગળ વધી રહી હતી. તે જ સમયે રનવે પર અન્ય એક વિમાનની હાજરી જોવા મળી હતી. આ સ્થિતિમાં જો ફલાઈટ ટેક-ઓફ કરી ગઈ હોત, તો બંને વિમાન હવામાં અથવા રનવે પર ગંભીર રીતે અથડાઈ શક્યા હોત. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ના અધિકારીઓએ તુરંત આ જોખમને પારખી લીધું હતું. અધિકારીઓએ તાત્કાલિક સંકેત મોકલીને પાયલટને ફલાઈટ રોકવા આદેશ આપ્યો હતો. પાયલટે આદેશ મળતા જ વિમાનમાં ઈમરજન્સી બ્રેક લગાવીને તેને રનવે પર અટકાવી દીધું હતું.
એવિએશન ક્ષેત્રમાં આ પ્રકારની ઘટનાને રનવે ઇનકર્ઝન તરીકે ઓળખવામાં આવે છે. આ એક અત્યંત જોખમી ભૂલ ગણાય છે. ATC ની ત્વરિત અને કુશળ કાર્યવાહીને કારણે બંને વિમાન ટકરાતા બચી ગયા હતા. ફલાઈટમાં બેઠેલા તમામ મુસાફરો આ ઘટનાને કારણે ગભરાઈ ગયા હતા, પરંતુ તમામ લોકો સુરક્ષિત રહ્યા હતા. વિમાનને બાદમાં પરત ટર્મિનલ તરફ વાળવામાં આવ્યું હતું. એરપોર્ટ પર થોડો સમય અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને રનવે પરની કામગીરીમાં અવરોધ ઊભો થયો હતો.
ડીજીસીએ (DGCA) એ આ ગંભીર ઘટનાની તપાસ હાથ ધરી છે. તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય એ જાણવાનો છે કે ATC ના સિગ્નલ અને ક્લિયરન્સ છતાં બીજું વિમાન રનવે પર કેવી રીતે આવી ગયું. આ ઘટના પાછળ માનવીય ભૂલ છે કે સિગ્નલિગ સિસ્ટમમાં કોઈ ટેકનિકલ ખામી, તે અંગે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. મુસાફરોની સુરક્ષા સાથે બાંધછોડ કરવામાં આવતી હોવાની ચર્ચાઓ વચ્ચે એરપોર્ટ પ્રશાસને આ મામલે કડક વલણ અપનાવ્યું છે.
આ ઘટનાને લીધે ફલાઈટના મુસાફરોએ કલાકો સુધી રાહ જોવી પડી હતી. એર ઈન્ડિયાના અધિકારીઓએ મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે પ્રયાસો કર્યા હતા. આ ઘટનાના કારણે દિલ્હી જતી અન્ય કનેક્ટિંગ ફલાઈટ્સના શેડ્યૂલ પર પણ અસર પડી હતી. એરપોર્ટ પર ઈમરજન્સી સેવાઓ તૈનાત કરવામાં આવી હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ટર્મિનલ પર પાછા લાવવામાં આવ્યા હતા. આ ઘટનાએ એરપોર્ટ પર સુરક્ષા પ્રોટોકોલને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ફરી એકવાર ભાર મૂક્યો છે
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
