તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
મુંબઈ-ગુજરાત હાઈવે પર ૪૦ કિમી લાંબો મહાજામ
ગાડીઓ છેલ્લા ૨-૩ દિવસથી જામમાં ફસાયેલીઃ ગાડીઓને નીકળવાનો રસ્તો નથી મળી રહ્યો

મુંબઇ તા.૨૫: મહારાષ્ટ્ર અને ગુજરાતમાં હાલના દિવસોમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે, જેનાથી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર-ગુજરાત ચેક પોસ્ટ નજીક છેલ્લા ૭૨ કલાકથી વરસાદના કારણે હાલત અત્યંત ખરાબ છે. ઝીરો કનેક્ટિવિટીના કારણે બંને રાજ્યો વચ્ચે સંપર્ક કરવો મુશ્કેલ થઈ ગયો છે. જો કે કેટલીય જગ્યા પર રાહત અને બચાવ ટીમ દ્વારા રેસ્ક્યૂ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમ્યાન આર્મીના જવાનો જે મહારાષ્ટ્રથી ગુજરાત તરફ જઈ રહ્યા હતા, તેઓ પણ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે. હાલમાં વાપી ચેક પોસ્ટ હજુ પણ બંધ છે.
તો વળી મુંબઈથી ગુજરાત તરફ જતો NH-48ની હાલત ખૂબ જ ભયંકર છે. અહીં નેશનલ હાઈવે પર ૩૫થી ૪૦ કિમી લાંબો જામ લાગેલો છે. આ ગાડીઓ છેલ્લા ૨-૩ દિવસથી જામમાં ફસાયેલી છે. ગાડીઓને નીકળવાનો રસ્તો નથી મળી રહ્યો. જેના કારણે ગાડીઓ જ્યાં હતી, ત્યાંને ત્યાં રોકાયેલી છે. જો કે, કાલે રાતથી વરસાદ થોડો ઓછો હતો, પણ હવે ફરી એક વાર ભારે વરસાદ શરુ થયો છે. જેનાથી સામાન્ય લોકોની સમસ્યા વધતી જાય છે.
બીજી તરફ ભારે વરસાદના કારણે રેલ સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં રેલવે ટ્રેક પર પાણી ભરાયા હોવાના કારણે મુંબઈ જતી ૭ પેસેન્જર ટ્રેનોને મધ્ય પ્રદેશના વિવિધ સ્ટેશનો પર રોકી દેવામાં આવી છે. પヘમિી રેલવેના રતલામ ડિવિઝન પીઆરઓ મુકેશ કુમારે જણાવ્યું કે, મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના ધોલવાદ-ઉમરગામ રોડ ખંડમાં એક પુલ પર પાણી ખતરાના નિશાનથી ઉપર પહોંચવાના કારણે દિલ્હી-મુંબઈ ખંડ પર અવરજવર પ્રભાવિત થઈ છે. તેમણે જણાવ્યું કે, ટ્રેનોને રતલામ, નમલી, નાગદા, મેઘનગર, લિમખેડા, થંદલા રોડ અને બામનિયા સ્ટેશનો પર રોકવામાં આવી છે.
પાલઘરમાં ૨૪૪ લોકોનું રેસ્ક્યૂઃ આ ઉપરાંત મહારાષ્ટ્રના પાલઘરમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદના કારણે બે લોકોના મોત થયા છે. સ્થાનિક પ્રશાસન અને એનડીઆરએફની બે ટીમોએ આખી રાત બચાવ અભિયાન ચલાવ્યું. આ દરમ્યાન પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૨૪૪ લોકોને બચાવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, સુરક્ષાના કારણોથી જિલ્લાની સ્કૂલો અને શિક્ષણ સંસ્થાઓને શુક્રવારોને પણ બંધ રાખવાના નિર્દેશ આપી દીધા છે.
જિલ્લા આપદા પ્રબંધન પ્રકોષ્ઠના પ્રમુખ વિવેકાનંદ કદમે જણાવ્યું કે, એજન્સીઓ અને રેસ્ક્યૂ ટીમો સવારના લગભગ ૫ વાગ્યે રેસ્ક્યૂ કામ પૂરું કર્યું. ભારે વરસાદ બાદ પાલઘરના કેટલાય વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે, જેમાં દહાનૂ અને તલસારી સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર હતા.(૩૮.૯)
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
