News of Saturday, 2nd May 2026
મુંબઈ-પુણે મિસિંગ લિંક પ્રોજેક્ટની ટનલે રચ્યો વર્લ્ડ રેકોર્ડ: 22.33 મીટરની પહોળાઈ સાથે બની જગતની સૌથી વાઇડેસ્ટ અન્ડરગ્રાઉન્ડ ટનલ, ગિનિસ બુકમાં નામ નોંધાયું
મહારાષ્ટ્ર માટે ગૌરવની ક્ષણ: MSRDC દ્વારા નિર્મિત મિસિંગ લિંક ટનલના લોકાર્પણ દિવસે જ જોવા મળ્યો ભારે ટ્રાફિક જામ, પ્રવાસીઓમાં ઉત્સાહ

મુંબઈ તા.૨ : મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પરના મહત્વાકાંક્ષી મિસિંગ લિંક પ્રોજેક્ટની ટનલે વિશ્વ વિક્રમ સર્જ્યો છે. 22.33 મીટરની પહોળાઈ ધરાવતી આ ટનલ જગતની સૌથી વાઇડેસ્ટ અન્ડરગ્રાઉન્ડ ટનલ બની છે અને તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે.
MSRDC દ્વારા નિર્મિત આ ટનલના પ્રવેશદ્વાર પર ભારતીય સંસ્કૃતિ અને સ્થાપત્યને દર્શાવતી ભવ્ય કલાકૃતિઓ બનાવવામાં આવી છે. હાથી અને દેવી-દેવતાઓની પ્રતિમાઓથી શોભતું ટનલનું પ્રવેશદ્વાર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ટનલના નિર્માણથી મુંબઈ અને પુણે વચ્ચેનું અંતર અને મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે.
જોકે લોકાર્પણના દિવસે જ આ ટનલ અને બ્રિજ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વિશ્વ વિક્રમ સર્જનાર આ ટનલને નિહાળવા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રોજેક્ટ મુંબઈ-પુણે કોરિડોરની કનેક્ટિવિટી માટે માઈલસ્ટોન સાબિત થશે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
