તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
યુનેસ્કો ગ્લોબલ સ્પર્ધામાં મુંબઈની માયાસરા બુખારીએ AI અને રોબોટિક્સમાં મેળવ્યો ત્રીજો ક્રમ

મુંબઈઃમુંબઈની શાળાની એક પ્રતિભાશાળી વિદ્યાર્થીનીએ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત અને મહારાષ્ટ્રનું નામ રોશન કર્યું છે. અંજુમન-એ-ઈસ્લામની બેગમ શરીફા કાલસેકર ગર્લ્સ ઈંગ્લિશ હાઈસ્કૂલની વિદ્યાર્થીની માયાસરા બુખારીએ‘૨૦૨૬ યુનેસ્કો ક્લબ્સ વર્લ્ડવાઈડ યુથ મલ્ટીમીડિયા'સ્પર્ધામાં રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કેટેગરીમાં વૈશ્વિક સ્તરે ત્રીજો પુરસ્કાર જીતી લીધો છે. આંતરરાષ્ટ્રીય સ્તરની આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વિશ્વના ૭૦ થી વધુ દેશોમાંથી ૫,૦૦૦ થી પણ વધુ ઇનોવેટિવ પ્રોજેક્ટ્સે ભાગ લીધો હતો, જેમાંથી માયાસરાના પ્રોજેક્ટને આ મોટું બહુમાન મળ્યું છે.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
