હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુંબઈના પારલે ઇન્ડસ્ટ્રીઝના શેરમાં તેજીનો તોફાની દોડ, 'મોદી-મેલોની મેલડી' ગિફ્ટના સમાચાર બાદ અપર સર્કિટ લાગી, રોકાણકારોને એક જ દિવસમાં 20% વળતર
G20 દરમિયાન PM મોદી અને ઇટાલીના PM મેલોનીને અપાયેલી પારલે-જીની ગિફ્ટ હેમ્પર વાયરલ થતા કંપનીના શેરમાં ભારે લેવાલી, માર્કેટ કેપ 1500 કરોડને પાર, ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ચર્ચા વધુ તેજ

મુંબઈ તા.૨૦ : શેરબજારમાં આજે 20 મેના રોજ પારલે ઇન્ડસ્ટ્રીઝના શેરમાં તોફાની તેજી જોવા મળી હતી. 'મોદી-મેલોની મેલડી' તરીકે વાયરલ થયેલા ગિફ્ટ હેમ્પરના સમાચાર બાદ કંપનીના શેરમાં સવારથી જ જોરદાર લેવાલી નીકળી હતી અને શેર અપર સર્કિટમાં લાગી ગયો હતો. એક જ દિવસમાં શેર 20% વધીને બંધ રહ્યો હતો, જેનાથી રોકાણકારોની બલ્લે બલ્લે થઈ ગઈ છે.
મળતી વિગતો મુજબ, G20 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને પારલે-જી બિસ્કિટ સહિતની ભારતીય પ્રોડક્ટ્સની ખાસ ગિફ્ટ હેમ્પર ભેટ આપી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર 'મોદી-મેલોની મેલડી' નામે ખૂબ વાયરલ થયો હતો. ગુજરાત ફર્સ્ટ દ્વારા આ સમાચાર પ્રકાશિત થયા બાદ આજે શેરબજારમાં પારલે ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ભારે ખરીદી જોવા મળી.
શેરનો પર્ફોર્મન્સ
આજે BSE પર પારલે ઇન્ડસ્ટ્રીઝનો શેર ગઈકાલના ₹45.20ના બંધ ભાવ સામે ₹54.24 પર અપર સર્કિટમાં લાગ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન શેરમાં માત્ર ખરીદદારો જ જોવા મળ્યા, વેચવાલી નહિવત્ રહી હતી. આ તેજી સાથે કંપનીનું માર્કેટ કેપ વધીને 1500 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે. છેલ્લા એક મહિનામાં શેરે 45%થી વધુ વળતર આપ્યું છે.
શા માટે આવી તેજી?
માર્કેટ નિષ્ણાતોના મતે, વડાપ્રધાન મોદી દ્વારા પારલે-જીને વૈશ્વિક મંચ પર પ્રમોટ કરવામાં આવતા બ્રાન્ડની ઇન્ટરનેશનલ વેલ્યુ વધી છે. 'મોદી-મેલોની મેલડી' ટ્રેન્ડ થવાથી કંપનીને ફ્રીમાં ગ્લોબલ માર્કેટિંગ મળ્યું છે. રોકાણકારોને આશા છે કે આ ઘટના બાદ કંપનીની એક્સપોર્ટ ડિમાન્ડ અને બ્રાન્ડ વેલ્યુમાં ધરખમ વધારો થશે.
કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે પારલે-જી દેશના કરોડો લોકોની ભાવના સાથે જોડાયેલી બ્રાન્ડ છે. વડાપ્રધાન દ્વારા તેને વૈશ્વિક સ્તરે રજૂ કરવી એ અમારા માટે ગૌરવની વાત છે. જોકે, કંપનીએ શેરના ભાવમાં થયેલી તેજી અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
નિષ્ણાતોની સલાહ
ટેકનિકલ એનાલિસ્ટ્સનું માનવું છે કે શેરમાં સમાચાર આધારિત તેજી છે. રોકાણકારોએ કંપનીના ફંડામેન્ટલ્સ જોઈને જ રોકાણનો નિર્ણય લેવો જોઈએ. અપર સર્કિટ બાદ શેરમાં નફારૂપી વેચવાલીનું દબાણ પણ આવી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
