<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

મુંબઈની રિયલ એસ્‍ટેટ માર્કેટમાં તેજી

મે મહિનામાં ૧૪ વર્ષની સર્વોચ્‍ચ સપાટી સાથે ૧૨,૩૧૫ પ્રોપર્ટીનું રજિસ્‍ટ્રેશન, તિજોરીમાં ૧૦૫૧ કરોડ છલકાયા

મુંબઈ,તા.૧: આર્થિક પાટનગર મુંબઈના પ્રોપર્ટી માર્કેટમાં ખરીદદારોનો ઉત્‍સાહ વધ્‍યો હોવાનું જોવા મળી રહ્યું છે. BMCની હદમાં આવતા વિસ્‍તારમાં ૨૦૨૬ના મે મહિના દરમ્‍યાન કુલ ૧૨,૩૧૫ પ્રોપર્ટીનું રજિસ્‍ટ્રેશન થયું છે, જે યર-ઑન-યર (YoY) એટલે કે દર વર્ષના ચોક્કસ સમયગાળામાં ૭ ટકાની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. છેલ્‍લાં ૧૪ વર્ષમાં મે મહિનાનો આ સૌથી મોટો આંકડો છે. આ મિલકત નોંધણીના કારણે મહારાષ્ટ્ર સરકારની તિજોરીમાં ફક્‍ત એક મહિનામાં ૧૦૫૧ કરોડ રૂપીયાથી વધુની સ્‍ટેમ્‍પ-ડ્‍યુટીની આવક થઈ છે.જોકે પ્રોપર્ટી રજિસ્‍ટ્રેશનમાં વધારા છતાં સ્‍ટેમ્‍પ-ડ્‍યુટીની કુલ આવકમાં ગયા વર્ષની સરખામણીએ એક ટકાનો નજીવો ઘટાડો નોંધાયો છે. નિષ્‍ણાતોના મતે ટ્રાન્‍ઝેક્‍શન મિક્‍સ (એટલે કે પ્રીમિયમ અને અફોર્ડેબલ ઘરોના વેચાણનું પ્રમાણ)માં ફેરફાર થવાને કારણે આવકમાં આ આંશિક ઘટાડો જોવા મળ્‍યો છે. ઓવરઑલ વાર્ષિક ટ્રેન્‍ડ જોતાં મુંબઈનું રેસિડેન્‍શિયલ માર્કેટ અત્‍યંત મજબૂત સ્‍થિતિમાં હોવાનું રિયલ એસ્‍ટેટના નિષ્‍ણાતો માની રહ્યા છે

(3:08 PM IST)