News of Wednesday, 4th November 2026
ટેક્સાસમાં મસ્કના ૨ હજાર કરોડ પાણીમાં: ત્રણ દાયકા બાદ ડેમોક્રેટસનો કબજો
પરાજય બાદ મસ્કે સોશિયલ મીડિયા પર સેન્સ ઓફ હ્યુમર સાથે કટાક્ષ કર્યો ડેમોક્રેટિક ઉમેદવાર જેમ્સ ટેલેરિકોએ રિપબ્લિકન કેન પેક્સટનને ધૂળ ચાટતી કરી

વોશિંગ્ટન, તા.૪: અમેરિકાની હાઇ-પ્રોફાઇલ મધ્યવર્તી ચૂંટણીમાં એક મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે, જ્યાં અબજોપતિ એલોન મસ્ક પાણીની જેમ પૈસા વહાવ્યા છતાં રિપબ્લિકન ઉમેદવાર કેન પેક્સટનને જીતાડી શકયા નથી. ટેક્સાસ સેનેટની આ ઐતિહાસિક લડાઈમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જેમ્સ ટેલેરિકોએ પેક્સટનને ધૂળ ચાટતી કરીને એક સનસનાટી મચાવી દીધી છે. મસ્કે પેક્સટનના પ્રચાર માટે આશરે ઼૨૧૨ મિલિયન (અંદાજે રૂ.૧,૭૫૦ કરોડથી વધુ) ખર્ચ્યા હતા, પરંતુ આટલું ભંડોળ પણ પરિણામ બદલી શકયું નહીં. હાર બાદ મસ્કે પોતાની રમૂજી શૈલીમાં પર પોસ્ટ કરીને કટાક્ષ કર્યો હતો કે, એવું લાગે છે કે મારી ચૂંટણીમાં દખલ કરનારા સ્પેસ લેસરો આ વખતે કામ કરતા નહોતા. આ ચૂંટણી પરિણામ એટલા માટે ઐતિહાસિક છે કારણ કે છેલ્લા ત્રણ દાયકા (૩૦ વર્ષ) કરતાં વધુ સમયમાં પ્રથમ વખત ડેમોક્રેટસ ટેક્સાસમાં સેનેટ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. વિજેતા ઉમેદવાર જેમ્સ ટેલેરિકોએ પોતાના પ્રચાર દરમિયાન અબજોપતિઓના રાજકીય પ્રભાવ અને ભ્રષ્ટાચારને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. તેમણે સાન માર્કોસની રેલીમાં ખુલ્લેઆમ આરોપ લગાવ્યો હતો કે મસ્ક જેવા ધનિકો મોટા રાજકીય દાન આપીને પોતાના ફાયદા માટે નિયમો બનાવડાવે છે અને સામાન્ય જનતાને મોંઘવારીમાં ધકેલે છે. બીજી તરફ, મસ્કે ટેલેરિકો પર દેશની સરહદો ખોલવા અને લોકશાહી છીનવી લેવાના ગંભીર આરોપો લગાવ્યા હતા, પરંતુ ટેક્સાસના મતદારોએ ટેલેરિકોના જનહિતના અવાજ પર મોહર લગાવી.
દરમિયાન, રિપબ્લિકન પાર્ટીના આ આંચકાજનક પરાજય બાદ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટ્રુથ સોશિયલ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે દાવો કર્યો હતો કે જો તેઓ પોતે ઉમેદવાર હોત તો પાર્ટી મોટા માર્જિનથી વિજયી બની હોત. છતાં, ઇન્ટરવ્યુમાં તેમણે કોઈ એક વ્યક્તિ પર દોષ ઘોળવાનો ઇનકાર કરીને ડેમોક્રેટ્સ સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ટેક્સાસમાં મસ્કના વિશાળ ટેક-સામ્રાજ્ય અને રાજકીય દબદબા સામે ટેલેરિકોની આ જીતે સમગ્ર યુએસ રાજકારણમાં અબજોપતિઓના નાણાકીય વર્ચસ્વ સામે એક નવો ટ્રેન્ડ સેટ કર્યો છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
