તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
મ્યુચ્યુઅલ ફંડ્સને ઇન્ટ્રાડે ઉધાર લેવાની મંજૂરી: શેર બાયબેકના નિયમો સરળ કરાયા: SEBI ની બેઠકમાં મોટા સુધારા જાહેર
સેબીએ 1 ઓગસ્ટ, 2026થી સ્ટોક એક્સચેન્જ દ્વારા ઓપન માર્કેટ શેર બાયબેક પ્રક્રિયાને પુનઃ શરૂ કરવાનો નિર્ણય લીધો

મુંબઈ : બજાર નિયમનકારી સન્સ્થા SEBI દ્વારા મુંબઈમાં મળેલી તેની 214મી બોર્ડ બેઠકમાં રોકાણકારોના હિતોના રક્ષણ અને વેપારની સરળતા માટે કેટલાક ક્રાંતિકારી નિયમનકારી સુધારાઓને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયો અંતર્ગત મ્યુચ્યુઅલ ફંડ્સને દિવસ દરમિયાન લિક્વિડિટીની કટોકટીને પહોંચી વળવા માટે 'ઇન્ટ્રાડે બોરોઇંગ' મંજૂરી આપવામાં આવી છે, જેનો ઉપયોગ લેવરેજ તરીકે કરી શકાશે નહીં અને એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ દિવસના અંત સુધીમાં આ રકમ ચૂકવવી પડશે. આ ઉપરાંત, સેબીએ 1 ઓગસ્ટ, 2026થી સ્ટોક એક્સચેન્જ દ્વારા ઓપન માર્કેટ શેર બાયબેક પ્રક્રિયાને પુનઃ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેને 66 કામકાજના દિવસોમાં પૂરી કરવાની રહેશે. સાથે જ, ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ માટે GARUDA નામની ગ્રીન-ચેનલ મિકેનિઝમ શરૂ કરવાની મંજૂરી આપી છે, જેથી બજારમાં મૂડીનું ઝડપી અને વધુ કાર્યક્ષમ રોકાણ શક્ય બનશે.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
