<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્‍યોર્જેસમાં ‘નમસ્‍તે' શિલ્‍પનું અનાવરણ

બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિર દ્વારા ભારતીય સંસ્‍કળતિ અને ફ્રાન્‍સ સાથેની મિત્રતાના પ્રતીકરૂપે

રાજકોટઃ ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્‍યોર્જેસમાં એક નવા શિલ્‍પનું અનાવરણ સ્‍થાનિક મેયર યાન ડુબોસ્‍ક, ભારતના કોન્‍સ્‍યુલર મિનિસ્‍ટર કે. જી. પ્રવીણ કુમાર અને પરમ પૂજ્‍ય મહંત સ્‍વામી મહારાજ વતી આનંદસ્‍વરૂપદાસ સ્‍વામી તથા બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ હિન્‍દુ મંદિરના વરિષ્ઠ સંતો દ્વારા કરવામાં આવ્‍યું હતું. એવન્‍યુ દુ જનરલ-દ-ગોલ પરના સર્કલ ખાતે સ્‍થાપિત આ શિલ્‍પમાં ભારતીય પરંપરાની સુપરિચિત ‘નમસ્‍તે' મુદ્રામાં જોડાયેલા હાથ દર્શાવવામાં આવ્‍યા છે, જે સ્‍વાગત, સન્‍માન અને નમ્રતાનું પ્રતીક છે. બુસી-સેંટ-જ્‍યોર્જેસમાં પ્રવેશવાના એક મુખ્‍ય માર્ગ પર સ્‍થાપિત આ શિલ્‍પ શહેરમાં પ્રવેશતા દરેક વ્‍યક્‍તિને ઉષ્‍માભર્યો આવકાર આપવાનો ભાવ વ્‍યક્‍ત કરે છે. સાથે જ તે સ્‍થાનિક સમુદાયની સાંસ્‍કળતિક વિવિધતા અને સર્વસમાવેશક ભાવનાને પણ દર્શાવે છે.

બુસી-સેંટ-જ્‍યોર્જેસમાં યોજાનાર ૧૩ દિવસીય સાંસ્‍કળતિક મહોત્‍સવ - ‘ફેસ્‍ટિવલ ઓફ કલ્‍ચર' - ફ્રાન્‍સના પ્રથમ પરંપરાગત રીતે રચાયેલા હિન્‍દુ મંદિર - બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ હિન્‍દુ મંદિર - ના લોકાર્પણ પ્રસંગે ઉજવાશે.

અનાવરણ સમારોહમાં મેયર ડુયુબોસ્‍કે સૌપ્રથમ બુસી-સેંટ-જ્‍યોર્જેસમાં સાકાર થયેલી ફ્રાન્‍સ અને ભારતની મિત્રતાની ગાથાને બિરદાવતાં જણાવ્‍યું, ‘જોડાયેલા હાથ શાંતિ અને અન્‍યો પ્રત્‍યેની કરુણાનું પ્રતીક છે, પરંતુ સાથે સાથે તે આપણી બે સંસ્‍કળતિઓ, બે પરંપરાઓ અને બે સભ્‍યતાઓના સંગમનું પણ પ્રતીક છે. બંનેનું પોતાનું આગવું અસ્‍તિત્‍વ છે, છતાં પરસ્‍પર સહકાર, બંધુત્‍વ અને એકતાયુક્‍ત માનવતાના નિર્માણની ભાવનામાં બંને એકબીજાના પૂરક પણ છે. કારણ કે બુસી-સેંટ-જ્‍યોર્જેસની આ જ વિશેષતા છે - આ એક એવું અનોખું સ્‍થાન છે જ્‍યાં વિવિધ સમુદાયોની સંસ્‍કળતિઓ અને પરંપરાઓ એકબીજા સાથે હળીમળી જાય છે.' બુસી-સેંટ-જ્‍યોર્જેસના ‘પબ્‍લિક સ્‍પેસિસ' વિભાગના વડા વેરોનિક લેકવા પણ આ સમારોહમાં ઉપસ્‍થિત રહ્યા હતા. ‘નમસ્‍તે' શિલ્‍પ સાથે આ સર્કલને સાકાર કરવામાં આપેલા તેમના સહયોગ બદલ તેમનો ઉષ્‍માપૂર્વક આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો. મેયર ઓફિસ તરફથી ડેપ્‍યુટી મેયર માર્ક નુગાયરોલ અને ચીફ ઓફ સ્‍ટાફ સેડ્રિક ટાર્ટોડ-જિનેસ્‍ટ પણ સમારોહમાં ઉપસ્‍થિત રહ્યા હતાં. ભારતના કોન્‍સ્‍યુલર મિનિસ્‍ટર શ્રી કુમારે જણાવ્‍યું, ‘નિમસ્‍તે શિલ્‍પીં ભારતની સભ્‍યતા અને વારસાનું પ્રતીક છે. તે સ્‍વતંત્રતા, સમાનતા અને બંધુત્‍વના ફ્રાન્‍સના ચિરંજીવ આદર્શોનું સાક્ષી છે. ...સૌથી વિશેષ વાત એ છે કે ભારતીય સમુદાય પોતાના વારસાને જાળવી રાખીને ફ્રાન્‍સના સમાજમાં કેટલી સુંદર રીતે એકરૂપ થયો છે, તેનું આ શિલ્‍પ સાક્ષી છે.' આનંદસ્‍વરૂપદાસ સ્‍વામીએ ‘નમસ્‍તે' દ્વારા અભિવ્‍યક્‍ત થતાં નમ્રતાના મૂલ્‍યને સમજાવતાં જણાવ્‍યું, ‘નમ્રતા આપણને ત્રણ સુંદર વાત શીખવે છે - અન્‍ય પાસેથી શીખવું, અન્‍યનો આદર કરવો અને અન્‍યની સેવા કરવી. આપણો અહંકાર જેટલો ઓછો થાય, અન્‍યની સેવા કરવાની આપણી ભાવના એટલી જ વધે.'

 

(2:47 PM IST)