તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
પશ્ચિમ બંગાળનું નામ બદલીને ‘પશ્ચિમ બંગ' કરાશે
રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ ૯ ડિસેમ્બરના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે : રાજ્યમાં ગૌવધને મંજૂરી આપવામાં આવશે નહીં

કોલકાતા,તા.૨૪: પヘમિ બંગાળનું નામ બદલીને પヘમિ બંગ' કરવામાં આવશે. આ અંગે પヘમિ બંગાળના સીએમ સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ ૯ ડિસેમ્બરના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. તેમજ તેની બાદ નિર્ધારિત પ્રક્રિયા અનુસાર આગળના પગલાં લેવામાં આવશે.
રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ અગાઉ પણ ભાજપ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ પહેલાં, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ પણ ઉલ્લેખ કર્યો હતો કે રાજ્યનું નામ બદલીને 'પヘમિ બંગ' કરવા માટે વિધાનસભામાં એક ખરડો રજૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ પગલાનો ઉદ્દેશ્ય રાજ્યના નામ અને તેના ઇતિહાસ વચ્ચે સુમેળ સાધવાનો છે.
આ ઉપરાંત વારાણસીમાં પ્રસ્તાવિત 'પヘમિ બંગ ભવન' અંગે તેમણે કહ્યું કે, તે માત્ર રાજ્યની સંસ્કૃતિને જ પ્રોત્સાહન નહીં આપે, પરંતુ બંગાળથી આવતા પ્રવાસીઓ અને તીર્થયાત્રીઓ માટે રહેવાની સુવિધા પણ પૂરી પાડશે.
સુવેન્દુ અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યમાં ગૌવધને મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે નોંધ્યું કે આવી ઘટનાઓ હજુ પણ છૂપી રીતે બની રહી છે અને સરકાર તેની સામે કાર્યવાહી કરી રહી છે. તેમણે ધ્યાન દોર્યું કે સત્તામાં આવ્યા ત્યારથી 'કેટલ એક્ટ, ૧૯૫૦' લાગુ કરવામાં આવ્યો છે અને આ બાબતે હાઈકોર્ટનો આદેશ પણ છે. અધિકારીએ સ્પષ્ટ કર્યું કે ભલે કતલખાનાઓ અસ્તિત્વમાં હોય, પરંતુ આ રીતે ગૌવધ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ ઉપરાંત તેમણે કહ્યું કે અશક્ત અને વૃદ્ધ ગાયો માટે પણ એક યોજના લાવવામાં આવી રહી છે. આ અંતર્ગત જે સંસ્થાઓ આવી ગાયોનું પાલન પોષણ કરશે તેમને સરકાર તરફથી ૧ લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
