<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

વડાપ્રધાન તરીકે ૧૨ વર્ષે પૂર્ણ કરતા નરેન્‍દ્રભાઇ મોદી

‘નયા ભારત' નો જાણે થયો જન્‍મ સંઘના કાર્યકર થી ગુજરાતના મુખ્‍યમંત્રી..અને ગુજરાત ના મુખ્‍યમંત્રી થી દેશના વડાપ્રધાન સુધીની સફર : વિરોધ નો વંટોળ... ખેંચતાણ, અનેક પડકારો નો કરવો પડયો સામનોઃ વડાપ્રધાન તરીકે ૨૬ મી મે ૨૦૧૪ થી અવીરત કાર્યરતઃ સતત ત્રણ ટર્મ ની જીત અદભુત લોકચાહનાનો પુરાવોઃ વડાપ્રધાન તરીકે સતત ૪૩૮૩ દિવસ થી પ્રજાહિત ના કાર્યો માં: ના કોઈ રજા... ના કોઈ આરામ... જાણે અલૌકિક શક્‍તિ ના હોય આશીર્વાદ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ વિશ્વભરના લોકલાડીલા એવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી આવતીકાલે વડાપ્રધાન તરીકે ૧૨ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે... આ ૧૨ વર્ષ માં જાણે એ નવા ભારત નો જન્‍મ થયો છે.

કોઈ કલ્‍પના કરી શકે કે એક નાના રાજ્‍ય ના મુખ્‍યમંત્રી દેશ ના વડાપ્રધાન બની શકે...?? અને એ પણ કોઈ ફેમિલી બેકગ્રાઉન્‍ડ વગર....!!! પરંતુ અશકય ને શકાય બનાવે એ જ મોદી... નરેન્‍દ્ર ભાઈ એ સાર્થક કરી બતાવ્‍યું કે ધારો તો કઈ પણ અશકય નથી...

સંઘના કાર્યકર થી સંગઠન માં અને સંગઠન માં થી સીધા સત્તા માં એ પણ મુખ્‍યમંત્રી તરીકે અને મુખ્‍યમંત્રી માં થી સીધા દેશ ના વડાપ્રધાન... કોઇપણ વ્‍યક્‍તિ ની સફળતા ને જોઈને મોટા ભાગ ના લોકો કહે છે કે નસીબદાર છે પરંતુ તેમણે કરેલ અથાગ મહેનત, અનેક પ્રયત્‍નો કે આપેલ ભોગ ભાગ્‍યે જ કોઈને દેખાય છે....

તમે શું માનો છો ગુજરાત ના મુખ્‍યમંત્રી થી દેશ ના વડાપ્રધાન પદ સુધી ની નરેન્‍દ્રભાઇ ની આ સફર સરળ રહી હશે ....??? જરા પણ નહીં.... પરંતુ નરેન્‍દ્રભાઇ એ નક્કી કરી લીધું હતું કે જો દેશ સેવા કરવી હશે તો વડાપ્રધાન પદ સુધી પહોંચવું જરૂરી છે, અને તેમણે સાબીત કરી આપ્‍યું કે કાળા માથા નો માનવી ધારે તે કરી શકે.... આવો આપણે નરેન્‍દ્રભાઈની આ સફર ને જોઈએ..

નરેન્‍દ્રભાઇને વર્ષ ૨૦૧૩ માં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયા પછી થી ૨૦૧૪ માં વડાપ્રધાન બન્‍યા ત્‍યાં સુધીનો સમય ભારતીય રાજકારણમાં ખૂબ જ મહત્‍વપૂર્ણ અને પડકાર ભર્યો રહ્યો હતો, હવે જો આપણે ઉમેદવાર જાહેર થવાની પૃષ્ઠભૂમિ વિશે જોઈએ તો વર્ષ

૨૦૧૨ પછી દેશમાં તે સમયની કોંગ્રેસ  સરકાર સામે ભ્રષ્ટાચાર, મોંઘવારી અને નીતિગત અસ્‍થિરતા ના મુદ્દે અસંતોષ વધતો હતો, તો બીજી તરફ ગુજરાત માં સતત જીત અને ‘‘ગુજરાત મોડલ'' ના પ્રચારથી મોદી રાષ્ટ્રીય સ્‍તરે લોકપ્રિય બનતા હતા, પરંતુ ભાજપની અંદરની રાજનીતિ મોદીને આગળ લાવવા મામલે  એકમત નહોતી, કહેવાય છે કે ત્‍યારે મોદી જી ને કેટલાક નેતા ઓ નો ખુબ જ સહકાર મળ્‍યો, જેમાં રાજનાથ સિઘ, અરુણ જેટલી, અમીત શાહ, અને મુખ્‍ય ટેકો રહીયો સંઘ નો....

આર આર એસ ને લાગતું હતું કે મોદી જ કોંગ્રેસ સામે મજબૂત વિકલ્‍પ બની શકે,આંતરિક વિરોધ કેટલાક વરિષ્ઠ નેતાઓ મોદીથી અસહમત હતા, એમાં પણ અગ્રણી એવા લાલ કૃષ્‍ણ અડવાણી પણ સંપૂર્ણ રીતે સહમત ના હોવાનું કહેવાય છે,  તો કેટલાક નેતાઓને લાગતું હતું કે મોદીનું વ્‍યક્‍તિત્‍વ બહુ આક્રમક છે અને ગઠબંધન રાજકારણ માટે મુશ્‍કેલ થઈ શકે, જ્‍યારે ૨૦૧૩ માં મોદી ને કેમ્‍પેઇન કમિટીના વડા બનાવાયા, ત્‍યારે અડવાણી એ નારાજગી પણ દર્શાવી હતી, પરંતુ નરેન્‍દ્રભાઇ અટક્‍યા ન હતા.

સપ્‍ટેમ્‍બર ૨૦૧૩ માં ભાજપે સત્તાવાર રીતે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા અને ત્‍યાર બાદ  ચૂંટણી અભિયાન સંપૂર્ણ રીતે ‘‘મોદી કેન્‍દ્રિત'' બની ગયું હતું, પરંતુ ૨૦૦૨ ના રમખાણ ના મુદ્દા ને વિપક્ષ સતત હુમલા કરતું રહ્યું.

નરેન્‍દ્રભાઈ ને પ્રધાનમંત્રી બનવા માટે આડે આવતી મુખ્‍ય મુશ્‍કેલીઓ ને જોઈએ તો (અ) ૨૦૦૨ રમખાણોનો મુદ્દોવિપક્ષ સતત ૨૦૦૨ ગુજરાત રમખાણો મુદ્દે હુમલો કરતા હતા,બીજું તેમના અનુભવ વિશે પણ તેમના વિરોધી ઓ સવાલ ઉઠાવી કહી રહ્યા હતા કે તેમણે ક્‍યારેય કેન્‍દ્ર સરકારમાં કામ કર્યું નથી તેઓ માત્ર રાજ્‍ય સ્‍તરના નેતા છે, આ ઉપરાંત મીડિયા નો એક વર્ગ વિરોધ માં હતો પણ હતા કેટલાક ટીવી ડિબેટ્‍સ અને રાજકીય ચર્ચાઓમાં મોદીની ટીકા થતી,પરંતુ આ તો નમો...

આવા અનેક વિરોધ, વિરોધીઓ અને પ્રતિકૂળ પરિસ્‍થિતિ ને નરેન્‍દ્ર ભાઈ એ ખૂબ જ ધીરજ થી અને કુનેહપૂર્વક સામનો કરી બાજી સાંભળી સૌ પ્રથમ તેમણે વિકાસને કેન્‍દ્રમાં રાખ્‍યું ચૂંટણી અભિયાન માં તેમનો મુખ્‍ય મુદ્દો રહ્યો વિકાસ..રોજગાર...મજબૂત નેતૃત્‍વ....ભ્રષ્ટાચાર વિરોધ.....તેઓ એ વારંવાર ‘‘Minimum Government, Maximum Governance'' જેવી વાતો રજૂ કરી એટલું જ નહી તેમણે ટેક્રોલોજી અને પ્રચાર ને હથીયાર બનાવ્‍યું

મોદી ની ઈલેક્‍શન ટીમે,સોશિયલ મીડિયા 3D રેલીઓ ‘‘ચા પર ચર્ચા''જેવા કાર્યક્રમ અને મોટા જાહેર સભાઓ નો વ્‍યાપક ઉપયોગ કર્યો તે સમયમાં આ પ્રકારનો પ્રચાર ભારતમાં નવી બાબત માનવામાં આવતો હતી,આ વેળા એ નરેન્‍દ્ર ભાઈ ને જનતા તરફથી ખુબ જ પ્રતિસાદ મળ્‍યો, અનેક યુવાનો, મધ્‍યમ વર્ગ અને પ્રથમ વખત મતદાન કરનાર લોકો મોદીની તરફ આકર્ષાયા, તેમની ભાષણ શૈલી અને સીધી રજૂઆત લોકપ્રિય બની, તનતોડ મહેનત, રેલીઓ, ભાષણો અને આખરે ચૂંટણી પૂર્ણ થઈ અને ૧૬ મે ૨૦૧૪ ના રોજ આવ્‍યું ઐતિહાસિક પરિણામ ભાજપને પૂર્ણ બહુમતી મળી

ભાજપે ૨૮૨ બેઠકો જીતી

ગઠબંધન સાથે NDA એ સ્‍પષ્ટ બહુમતી મેળવી, વિપક્ષ કે વિરોધી ઓ ની હાલત કાપો તો લોહી ના નીકળે તેવી હતી, પરંતુ નરેન્‍દ્રભાઇ એ કરી બતાવ્‍યું...!!!

૨૬ મે ૨૦૧૪ ના રોજ નરેન્‍દ્ર ભાઈ એ વડાપ્રધાન તરીકે શપથ લીધા, આ સફરની સૌથી મોટી ખાસિયત એ રહી કે

આ સમયગાળા માં મોદીએ પોતાને રાજ્‍યના નેતા પરથી રાષ્ટ્રીય નેતા....સંગઠનના કાર્યકર પરથી જન નાયક....રૂપે સ્‍થાપિત કર્યા બસ ત્‍યાર પછી નરેન્‍દ્રભાઈ એ દેશ સેવા માટે પાછું વળી ને જોયું નથી, પ્રજા હિત ના કાર્યો માટે કામે લાગ્‍યા....

૨૬ મી મે ૨૦૧૪ થી ૨૦૧૯ દરમ્‍યાન ની પ્રથમ ટર્મ દરમ્‍યાન મોદી સરકારે કરેલા મહત્‍વના કાર્યો, પ્રજાહિત માં લીધેલ નિર્ણયો કે મેળવેલ સિદ્ધિ ઓ ને જોઈએ તો....

નોટ બંધી

૮ નવેમ્‍બર ૨૦૧૬ ના રોજ  રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ ની જૂની નોટો બંધ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો, અને જેનો

મુખ્‍ય હેતુ હતો,કાળા નાણા સામે કાર્યવાહી નકલી ચલણી નોટો રોકવી,ડિજિટલ પેમેન્‍ટ ને પ્રોત્‍સાહન ,આ નિર્ણય દેશભરમાં ખૂબ ચર્ચાસ્‍પદ રહ્યો.

જીએસટી  અમલીકરણ 

ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ  દ્વારા સમગ્ર દેશમાં એકીકૃત ટેક્‍સ સિસ્‍ટમ લાગુ કરવામાં આવી. ‘‘One Nation, One Tax'' વિચારધારા અનેક અલગ ટેક્‍સને એકમાં જોડાયા વેપાર પ્રક્રિયા સરળ બનવાનો પ્રયાસ.

સ્‍વચ્‍છ ભારત અભિયાન

૨ ઓક્‍ટોબર ૨૦૧૪ ના રોજ શરૂ કરાયેલ રાષ્ટ્રીય અભિયાન,ગ્રામ્‍ય અને શહેરી સ્‍વચ્‍છતા પર ભાર,કરોડો શૌચાલય નું નિર્માણ ખુલ્‍લામાં શૌચ મુક્‍ત ભારતનું લક્ષ્ય.

જન ધન યોજના

ગરીબ અને બેંકિગ સેવાથી દૂર લોકો માટે વિશાળ નાણાકીય સમાવેશ યોજના.કરોડો નવા બેંક ખાતા ખુલ્‍યા DBT ડાયરેક્‍ટ બેનિફિટ ટ્રાન્‍સફર  મજબૂત બન્‍યું, સરકારી સહાય સીધી ખાતામાં પહોંચવા લાગી

ડિજિટલ ઈન્‍ડિયા અભિયાન

વર્ષ ૨૦૧૫માં ભારતને ડિજિટલ રીતે મજબૂત બનાવવા અભિયાન શરૂ થયું,ઓનલાઈન સરકારી સેવાઓનો વધારો યુપીઆઈ , BHIM જેવી ડિજિટલ પેમેન્‍ટ સિસ્‍ટમ લોકપ્રિય બની ઈન્‍ટરનેટ આધારિત અર્થવ્‍યવસ્‍થા ઝડપથી વધી આવા પાંચ નિર્ણયો પ્રથમ ટર્મ દરમિયાન સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે.પ્રથમ ટર્મ દરમ્‍યાન જ વર્ષ ૨૦૧૬ માં મોદી સરકારે પાકિસ્‍તાન ઉપર  સર્જીકલ સ્‍ટ્રાઈક કરી વિશ્વભર ના રાજકીય આલમ માં ચકચાર મચાવી, ઉરી હુમલા પછી ભારતીય સેનાએ પાકિસ્‍તાન નિયંત્રિત કાશ્‍મીરમાં સર્જીકલ સ્‍ટ્રાઇક  કરી, રાષ્ટ્રીય સુરક્ષા મામલે કડક વલણ દર્શાવ્‍યું

આંતરરાષ્ટ્રીય સ્‍તરે ચર્ચાનો વિષય બન્‍યો હતો, એટલું જ નહી અમેરિકા સહીત વિશ્વ ના કોઈ દેશ ની પરવા કર્યા વિના દુશ્‍મન દેશ ને સ્‍પષ્ટ સંદેશો આપ્‍યો કે હવે કોઈ દુઃસાહસ સાંખી નહીં લેવાય ..આવી અનેક કાર્યવાહી, દેશ ના હિત માટે આકરા નિર્ણયો અને વિકાસ ને પગલે મોદી ની લોકપ્રિયતા માં સતત વધારો થતો ગયો, જોત જોતા માં ૫ વર્ષ પૂર્ણ થવા આવ્‍યા અને ૨૦૧૯ માં ફરી લોકસભા ની ચૂંટણી આવી

૨૦૧૯ લોકસભા ચૂંટણી

૨૦૧૯ ના ઈલેક્‍શનની રાજકીય સ્‍તિથી અને પરિણામ જોઈએ તો ૨૦૧૯ ની લોકસભા ચૂંટણી ભારત માટે ખૂબ મહત્‍વપૂર્ણ રહી હતી. આ ચૂંટણીમાં નરેન્‍દ્ર મોદીના નેતૃત્‍વ હેઠળ બીજેપી એ મોટી જીત મેળવી હતી.

પુલવામા હુમલા પછી રાષ્ટ્રીય સુરક્ષા મોટો મુદ્દો બન્‍યો. બાલાકોટ એર સ્‍ટ્રાઈક  પછી મોદી સરકારની મજબૂત છબી બની, સરકારની યોજનાઓ નો પ્રભાવ, ઉજ્‍જ્‍વલા યોજના,સ્‍વચ્‍છ ભારત, જન ધન યોજના આયુષ્‍માન ભારત અને જેની સામે વિરોધ પક્ષના મુદ્દાઓ પણ રહ્યા હતા,બેરોજગારી ખેડૂત સમસ્‍યા,નોટ બંધી અને જીએસટી અંગે ટીકા પણ થઈ હતી. પરંતુ, બીજેપી નો ડિજિટલ પ્રચાર ખૂબ મજબૂત રહ્યો તથા મોદીજીની રેલીઓ અને અભિયાન અસરકારક રહ્યા..૨૦૧૯ લોકસભા ચૂંટણી નુ આવ્‍યું પરિણામ....

બીજેપી એ ૩૦૩ બેઠકો મેળવી તો એનડીએ  લગભગ ૩૫૩ બેઠકો મેળવી ઇતિહાસ રચ્‍યો હતો, જેની સામે કોંગ્રેસ ને માત્ર ૫૨ બેઠકો મળી હતી, તો યુપીએ ને આશરે  ૯૦ બેઠકો મળી હતી.

આ ચૂંટણી માં પણ બીજેપી ની જીતના મુખ્‍ય કારણો હતા

નરેન્‍દ્રભાઇ મોદીની રાષ્ટ્રીય  અને વિશ્વસ્‍તરીય નેતા તરીકે ની લોકપ્રિયતા ...રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દા નો  કોઈ બાંધછોડ વગર કરાતો સામનો...સરકારની પ્રજાલક્ષી કલ્‍યાણકારી યોજનાઓ... અને આ સાથે ભાજપ અને આર એસ એસ નો મજબૂત સંગઠન અને પ્રચાર નરેન્‍દ્રભાઈ મોદી ૧૯૭૧ પછી એવા પ્રથમ ગેર-કોંગ્રેસી વડાપ્રધાન બન્‍યા કે જેઓ સતત બીજી વાર પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવ્‍યા, જેમાં ગુજરાત માં પરિણામ માં  ભારતીય જનતા પાર્ટી એ ૨૬ માંથી તમામ ૨૬ લોકસભા બેઠકો જીતી હતી.

૩૦ મે ૨૦૧૯ ના રોજ બીજી ટર્મ માટે લીધા શપથ અને શરૂ થયો જાણે અધ્‍યાય નમો.૨.૦ બીજી ટર્મ ના પ્રારંભ થી તો નરેન્‍દ્રભાઇ ને ગૃહ મંત્રી તરીકે અમીત ભાઈ નો સાથ મળ્‍યો અને શરૂ કરી બેટિગ, વોટ બેંક ની પરવા કર્યા વિના આકરા, કડવા પરંતુ જનહિત માં નિર્ણયો લેવા શરૂ કર્યા.

કલમ ૩૭૦ હટાવી

વર્ષ ૨૦૧૯ માં જમ્‍મુ કાશ્‍મીર માંથી ૩૭૦ ની કલમ હટાવી સરળ ભાષા માં કહીએ તો જમ્‍મુ-કાશ્‍મીરનો વિશેષ દરજ્‍જો દૂર કરવામાં આવ્‍યો.રાજ્‍ય ને બે કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં વહેંચાયું, માત્ર દેશ નહીં વિશ્વભર માં આ નિર્ણય ચર્ચાયો, પરંતુ બધા જાણે સમ સમી ગયા. આ જ વર્ષ માં ફરી કડક નિર્ણય લીધો અને લાવ્‍યા નાગરિકતા સુધારા કાયદો સીએએ સીટીઝન શીપ  Amendment Act protests સાથે જોડાયેલો કાયદો.

પાકિસ્‍તાન, બાંગ્‍લાદેશ અને અફઘાનિસ્‍તાનમાંથી આવેલા કેટલાક અલ્‍પ સંખ્‍યકો ને નાગરિકતા આપવા જોગવાઈ દેશભરમાં સમર્થન સાથે ક્‍યાંક વિરોધ પણ જોવા મળ્‍યો. જાણે કુદરત પણ નરેન્‍દ્રભાઇ ની પરીક્ષા લેતા હોય તેમ બીજી ટર્મ ના પ્રારંભ ના સમય માં જ ભારત માં જ નહીં વિશ્વભર માં આવી કોવિડ ની મહામારી

* કોવિડ..૧૯

* લોક ડાઉન ૨૦૨૦

કોરોના મહામારી દરમિયાન દેશવ્‍યાપી લોક ડાઉન લાગુ કરાયું,આરોગ્‍ય સુરક્ષાને પ્રાથમિકતા અપાઈ, જેની અર્થતંત્ર પર મોટી અસર પણ પડી,કોરોના રસીકરણ  અભિયાન હાથ ધરાયું એ પણ નિઃશુલ્‍ક.... વિશ્વ ના અનેક દેશો અતિભારે મુશ્‍કેલી માં હતા ત્‍યારે  મોદી સરકાર ના સતત પ્રયત્‍નો ને લઈને રસી બનાવવા માં સફળતા મેળવી,કરોડો લોકોને મફત વેક્‍સિન આપવામાં આવી Covaxin અને Covishield નો વ્‍યાપક ઉપયોગ થયો.

આત્‍મનિર્ભર ભારત અભિયાન

મોદી સરકારે કોવીડ પછી સ્‍થાનિક ઉત્‍પાદન અને અર્થતંત્ર મજબૂત કરવા અભિયાન શરૂ થયું, વોકલ ફોર લોકલ પર ભાર મુકી આગળ ધપ્‍યા  MSME ક્ષેત્ર માટે સહાય પેકેજ જાહેર કરી પ્રોત્‍સાહન વધાર્યુ.

રામ મંદિર નિર્માણ પ્રક્રિયા

મોદી સરકારે રામ મંદિર ના  નિર્માણને આગળ વધાર્યું, ૨૦૨૦માં ભૂમિપૂજન થયુંઆ મુદ્દો લાંબા સમયથી રાષ્ટ્રીય રાજકારણમાં મહત્‍વનો રહ્યો હતો

નવી શિક્ષણ નીતિઃ વર્ષ ૨૦૨૦ માં મોદી સરકાર ભારતીય શિક્ષણ વ્‍યવસ્‍થામાં મોટા ફેરફારો લાવવા નવી નીતિ જાહેર થઈ, 10+2 ના બદલે 5+3+3+4 માળખું કૌશલ્‍ય આધારિત શિક્ષણ પર ભાર મૂકી આગળ વધ્‍યા.

G20 સમિટ

જી ૨૦ સમિટ માં ભારત ની અધ્‍યક્ષતા ખુબ જ સફળ રહી અને ચારેબાજુ પ્રસંશા પણ મેળવી.

ડિજિટલ અને ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર વિકાસ

મોદી સરકારે યુપીઆઈ  અને ડિજિટલ પેમેન્‍ટ માં વિશ્વસ્‍તરે વૃદ્ધિ જોવા મળી, વિશ્વ ના અનેક દેશો એ સ્‍વીકાર્યું.

ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર નો અદભૂત વિકાસ

એક્‍સપ્રેસવે, રેલવે, એરપોર્ટ વિકાસ અદભુત રહીયો, વંદે ભારત ટ્રેનોનો વિસ્‍તાર, બીજી ટર્મની મુખ્‍ય વિશેષતા, રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રવાદ પર ભાર આપ્‍યો, મોટા બંધારણીય અને રાજકીય નિર્ણયો, કોવિડ  જેવી વૈશ્વિક સંકટ નો સામનો ડિજિટલ અને ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર વિકાસ માં ઝડપી પ્રગતિ જોવા મળી...

સમય આગળ વધતો ગયો, ભારત ને નયા ભારત બનાવવા નરેન્‍દ્રભાઈ સતત કાર્યરત રહ્યા જેને પગલે દેશ ભર માં તેમની લોકપ્રિયતા નો ગ્રાફ સતત ઉપર ની તરફ વધતો જ રહ્યો, દેશ ભર માં જાણે મોદી જ બ્રાન્‍ડ બની છવાતા રહ્યા, અનેક નાની મોટી ચૂંટણી ઓ આવતી રહી પરંતુ મોટા ભાગ ના પ્રજાજનો એ સ્‍થાનિક નેતા ને બદલે નરેન્‍દ્રભાઈ ને ધ્‍યાન માં રાખી ખોબલે ખોબલે મત આપી સતત ચૂંટણી ઓ માં બીજેપી ને જીતાડતા રહ્યા. બીજી ટર્મ પૂરી થવા આવી વર્ષ ૨૦૨૪ આવી ગયું

લોકસભા ચૂંટણી ૨૦૨૪ વખતે બીજેપી ની રાજકીય સ્‍થિતિ ખૂબ જ મજબૂત માનવામાં આવતી હતી, પરંતુ ચૂંટણી ના પરિણામો માં બીજેપી  ૨૪૦ સીટ સુધી જ પહોંચી, એટલે કે ૨૦૧૯ ની સરખામણી માં ઘણી સીટો ઉપર નુકસાન થયું, જોકે એનડીએ ને કુલ ૨૯૩  સીટ મળી અને સરકાર બનાવી. અને નરેન્‍દ્ર ભાઈ  સતત ત્રીજી વાર વડાપ્રધાન બન્‍યા.

ભારતના ઇતિહાસમાં સતત ત્રીજી વાર પૂર્ણ કાર્યકાળ પછી ફરી વડાપ્રધાન બનવું બહુ મોટી રાજકીય સિદ્ધિ માનવામાં આવે છે, આ સિદ્ધિ આ અગાઉ માત્ર જવાહરલાલ નહેરુ ને જ આવી સિદ્ધિ મળી હતી.

૯ મી જૂન ૨૦૨૪ના રોજ ફરી એકવાર શપથ લઈ નરેન્‍દ્રભાઇ એ વડાપ્રધાન તરીકે ત્રીજી ટર્મ નો આરંભ કર્યો અને જાણે શરૂ થયો અધ્‍યાય નમો ૦.૩....

આ ત્રીજી ટર્મ  દરમિયાન અત્‍યાર સુધીના સૌથી ચર્ચિત અને મોટા નિર્ણયો માં નો એક  Waqf Amendment Bill મોદી સરકારે આગળ ધપાવ્‍યું . સરકારે વકફ સંપત્તિઓના નિયમન અને પારદર્શિતા માટે ર્ષ્‍ીષ્ઠશ્‍ કાયદામાં ફેરફારો લાવવાનો પ્રયાસ કર્યો. BJP એ તેને ‘‘સુધારાત્‍મક પગલું'' ગણાવ્‍યું, જ્‍યારે વિરોધ પક્ષોએ તેને રાજકીય અને ધાર્મિક મુદ્દો બનાવવા પ્રયાસ કર્યો પરંતુ મોદી સરકાર સામે કારી ના ફાવી

ત્રીજી ટર્મ ના હજુ આશરે ૭૧૬ દિવસ થયા છે... પરંતુ સરકાર ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, મેક ઈન ઇન્‍ડિયા સહીત અનેક બાબતો માં સતત પ્રગતિ ના પંથે જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને

* નવા એક્‍સપ્રેસવે

રેલવે modernization,

* મેટ્રો પ્રોજેક્‍ટ

* ડિજિટલ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર

* રિન્‍યુએબલ એનર્જી ઉપર સતત ભાર આપે છે. આવતીકાલે એટલે કે ૨૬ મી મે ૨૦૨૬ના રોજ નરેન્‍દ્રભાઈ વડાપ્રધાન તરીકે ૧૨ વર્ષ અને દિવસ જોઈએ તો ૪૩૮૩ દિવસ પૂર્ણ કરી દેશ વિકાસ ની આ સફર આગળ ધપાવી રહ્યા છે આ વેળા એ તેમને ખુબ ખુબ શુભકામનાઓ.....?? (૪૦.૪૩)

પ્રથમ ટર્મની કેટલીક મુખ્‍ય સિદ્ધિઓ

* ભારતની અર્થવ્‍યવસ્‍થા વિશ્વની ટોચની અર્થવ્‍યવસ્‍થાઓમાં વધુ મજબૂત બની

* ડિજિટલ ટ્રાન્‍ઝેક્‍શનનો ઝડપી વધારો

* ગ્રામ્‍ય વીજળીકરણમાં પ્રગતિ

* ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર નો અદકેરો વિકાસ

* હાઈવે, રેલવે, બંદરો...

(2:29 PM IST)