તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st October 2026
રેઇન ફોરેસ્ટનું લોકાર્પણ કરતા નરેન્દ્રભાઈઃ બારેમાસ કૃત્રિમ વરસાદનો કરી શકાશે અનુભવ
પ્રવાસીઓ માટે અહીં ૨૨૦ મીટર લાંબો ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ મુખ્ય આકર્ષણઃ પヘમિ ઘાટ, હિમાલય અને આંદામાન-નિકોબાર ટાપુઓની સદાબહાર વનસ્પતિઓ જોવા મળશે

કેવડીયાઃ નરેન્દ્રભાઈએ આજે એકતાનગર (કેવડિયા) ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નિર્માણ પામેલ ‘રેઈન ફોરેસ્ટ' પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.આ પ્રોજેક્ટ ૪૭,૦૦૦ ચોરસ મીટર (લગભગ ૧૧ એકર) વિસ્તારમાં રૂા. ૯.૪૯ કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે.
પ્રવાસીઓ માટે અહીં ૨૨૦ મીટર લાંબો ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ મુખ્ય આકર્ષણ છે.આ રેઈન ફોરેસ્ટમાં પヘમિ ઘાટ, હિમાલય અને આંદામાન-નિકોબાર ટાપુઓની સદાબહાર વનસ્પતિઓ જોવા મળશે.
અહીં ઉનાળા સહિત બારેમાસ કળત્રિમ વરસાદનો અનુભવ કરી શકાશે.અન્ય આકર્ષણોમાં ૫ થી ૮ મીટર ઊંચો કળત્રિમ ધોધ, ગોળાકાર તળાવ, ઇન્ફોર્મેશન સેન્ટર (QR કોડ ડિસ્પ્લે સાથે) અને બાળકો માટે રોક-ક્લાઇમ્બિંગ તેમજ ટ્રી બાલ્કની સાથેનો એક્ટિવિટી ઝોન સામેલ છે.
નરેન્દ્રભાઈએ આ મુલાકાત દરમિયાન રેઈન ફોરેસ્ટની સાથે વામન વળક્ષ વાટિકાનું પણ નિરીક્ષણ કર્યું હતું.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
