<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

સોમવારે નરેન્‍દ્રભાઈ સોમનાથની મુલાકાતેઃ સ્‍વાભિમાન પર્વની તડામાર તૈયારીઓ ચાલુ

આજથી ૮ મે થી ૧૨ મે સુધી વિવિધ ધાર્મિક અને વૈદિક કાર્યક્રમોઃ કડક સુરક્ષા વ્‍યવસ્‍થા

ગાંધીનગર,તા.૮: ગીર સોમનાથમાં આગામી સ્‍વાભિમાન પર્વની ભવ્‍ય ઉજવણીને લઈને વહીવટી તંત્ર દ્વારા અત્‍યારથી જ જોરશોરથી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નૂતન સોમનાથ મંદિરની ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠાના ૭૫ વર્ષ પૂર્ણ થવાના પવિત્ર અવસરે ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી આગામી ૧૧ મેના રોજ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધારશે. આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન તેઓ હમીરજી સર્કલ સુધી એક ભવ્‍ય રોડ શો કરશે અને ત્‍યારબાદ મંદિરના શિખર પર વિશેષ જળાભિષેક પણ કરશે. આજથી ૮ મે થી ૧૨ મે સુધી વિવિધ ધાર્મિક અને વૈદિક કાર્યક્રમો યોજાવાના હોવાથી સમગ્ર શહેરમાં કડક સુરક્ષા વ્‍યવસ્‍થા અને ટ્રાફિક નિયમન અત્‍યંત સઘન કરી દેવામાં આવ્‍યું છે.

આ ભક્‍તિમય કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી પ્રબળ શક્‍યતા જોવાઈ રહી છે.(૪૦.૧૪)

(10:48 AM IST)