તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
નરેન્દ્રભાઇને અર્જુનભાઇએ આવકાર્યાઃ ખુશખુશાલ

તાજેતરમાં સાણંદ ખાતે ભારતના સેમિ. કન્ડકટર આત્મ નિર્ભરતા અભિયાનને નવી ઉંચાઇ આપનારી સીજી સેમી એએસએટી ફેસિલીટીનું લોકાર્પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ તકે અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાત રાજયના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ નરેન્દ્રભાઇ મોદીને આવકાર્યા હતા. ખુશખુશાલ નજરે પડયા હતા. આ તકે પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, કૃષિ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી, આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને આવકાર્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે. આ તસ્વીરો વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ ફેસબુક-સોશ્યલ મિડીયા ઉપર શેર કરી છે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
