<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

શ્રી સોમનાથ મહાદેવનાં સાનિધ્‍યમાં સોમવારે નરેન્‍દ્રભાઇનો રોડ-શો

નરેન્‍દ્રભાઈ મોદીનું ઋષિકુમારો અને આહિર બહેનો પરંપરાગત પહેરવેશમાં શ્રી સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં રંગેચંગે સ્‍વાગત કરશેઃ મંદિરમાં નરેન્‍દ્રભાઈ કુંભાભિષેક, ધ્‍વજ પૂજા, મહાપુજા કરશેઃ સૂર્યકિરણ વિમાનનો એર-શો અને મંદિર પર હેલિકોપ્‍ટરથી પુષ્‍પવર્ષાઃ શ્રી સદભાવના મેદાન ખાતે જનસભા : વડાપ્રધાનના કાર્યક્રમો સંદર્ભે સોમનાથ સાગરદર્શન ખાતે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈઃ કળષિ અને પ્રવક્‍તા મંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા, વન અને પર્યાવરણ મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્‍ય અનિરૂદ્ધભાઈ દવે સહિતના પદાધિકારીઓએ પત્રકારોને અવગત કર્યા

 

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ૯: આસ્‍થા અને અસ્‍મિતાના પ્રતીક સમા શ્રદ્ધાના કેન્‍દ્ર સમા દ્વાદશ જ્‍યોર્તિલિંગ એવા સોમનાથ પર અનેક આક્રમણો થવા છતાં, આસ્‍થા અને અસ્‍મિતાને ડગાવી શકયા નથી અને તે અડિખમ અને અવિચલ રહ્યું છે.

એવા સોમનાથ ભગવાનના સાન્નિધ્‍યમાં આગામી તા.૧૧ મેના રોજ વડાઙ્ઘધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી પધારી રહ્યાં છે. જેના ઉપલક્ષમાં કળષિ અને પ્રવક્‍તામંત્રી  જીતુભાઈ વાઘાણીએ એક પ્રેસ કોન્‍ફરન્‍સ સોમનાથ સાગરદર્શન ખાતે આવેલા મિટિંગ હોલમાં યોજી હતી. આ અવસરે શિક્ષણ મંત્રી  ડો. પ્રદ્યુમનભાઈ વાજા, વન અને પર્યાવરણ મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયા, સાંસદ  રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્‍ય અનિરૂદ્ધભાઈ દવે સહિતના પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

કળષિમંત્રીશ્રીએ વિગતો આપતાં જણાવ્‍યું હતું કે, પ્રથમ જ્‍યોર્તિલિંગ સોમનાથ પર અનેક આક્રાંતાઓએ હુમલો કર્યાં છતાં આજે પણ સોમનાથ મંદિર સનાતન ધર્મની અડગ શ્રદ્ધા અને વધુ ભવ્‍યતા સાથે અડિખમ ઉભું છે.

ત્‍યારે આ મંદિરના પુનઃનિર્માણના ૭૫ વર્ષના અવસરે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી પધારી રહ્યાં છે, ત્‍યારે સમગ્ર ગુજરાતવાસીઓ તેમને આવકારવા ઉત્‍સુક છે અને આનંદની લાગણી અનુભવી રહ્યાં છે.

મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, સરકારના શાસનમાં વિશ્વાસ દર્શાવતાં દેશના ત્રણ રાજ્‍યોમાં ભાજપે જીત મેળવી છે, ખાસ કરીને, પヘમિ બંગાળમાં મેળવેલી ઐતિહાસિક જીત એ ભારતની આઝાદી બાદની બીજી આઝાદી સમાન છે. વડાપ્રધાનશ્રીના નેતળત્‍વમાં થયેલા વિકાસકાર્યોને લોકોએ આ જીત દ્વારા સ્‍વીકળતિ આપી છે. સરદાર વલ્લભભાઇ પટેલનો ઉલ્લેખ કરતાં કળષિમંત્રીએ જણાવ્‍યું હતું કે, જ્‍યારે સરદાર સાહેબે સોમનાથની મુલાકાત કરી એ સમયે સોમનાથ મંદિરનાં જીર્ણશીર્ણ અવશેષો જોઈ સરદાર દ્રવિત થઈ ઉઠ્‍યા અને સમુદ્ર જળ હાથમાં લઇ સોમનાથનાં પુનઃ નિર્માણ માટે સંકલ્‍પ કર્યો હતો અને ૧૧ મે ૧૯૫૧ ના રોજ ભારતના પ્રથમ રાષ્‍ટ્રપતિ શ્રી ડો. રાજેન્‍દ્રપ્રસાદજીના કરકમળો દ્વારા સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઇ હતી. જેને તા.૧૧ મેના રોજ ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. તેના ઉપલક્ષમાં આ ‘અમળત પર્વ'ની ઉજવણી કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને આવકારવા માટે સોમનાથમાં અનેકવિધ આયોજનો કરવામાં આવ્‍યા છે તેની વિગતો તેમણે પત્રકારશ્રીઓને આપી હતી.

મંત્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદી આગામી તા. ૧૧ મેના રોજ જામનગરથી સવારે સોમનાથ પધારશે. અહીં હેલિપેડથી વીર હમીરજી સર્કલ સુધી રોડ શો યોજીને જનતાનું અભિવાદન ઝીલશે. માર્ગમાં વિવિધ કલાકારો દ્વારા સાંસ્‍કળતિક કળતિઓ પણ રજૂ કરવામાં આવશે.

રોડ શો અંગે વધુ વિગતો આપતા મંત્રીએ જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની ત્રિવેણી હેલિપેડ થી વીર હમિરજી ગોહિલની પ્રતિમા સુધી ૧ કિલોમીટરનો રોડ શો કરશે. જેમાં ૧૨ જ્‍યોર્તિલિંગ બેકડ્રોપ સહિત વિવિધ રાજ્‍યોની સંસ્‍કળતિને રજૂ કરતાં નળત્‍યો પણ દર્શાવવામાં આવશે.

મંદિર પરિસરના કાર્યક્રમો અંગે મંત્રીએ જણાવ્‍યું હતું કે, ઋષિકુમારો અને આહિર બહેનો પરંપરાગત પહેરવેશમાં વડાપ્રધાનશ્રીનું મંદિર પરિસરમાં રંગેચંગે સ્‍વાગત કરશે. બંગાળી પરિવારો પણ પરંપરાગત પરિવેશમાં આ અવસરે વડાપ્રધાનશ્રીનું સ્‍વાગત કરશે. મંદિરમાં વડાપ્રધાનશ્રી દ્વારા કુંભાભિષેક, ધ્‍વજ પૂજા, મહાપુજા કરવામાં આવશે. આ દરમિયાન સૂર્યકિરણ વિમાનનો એર-શો અને મંદિર પર હેલિકોપ્‍ટરથી પુષ્‍પવર્ષા કરવામાં આવશે.

શ્રી સોમનાથ મંદિર પરિસરના કાર્યક્રમો પછી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની સદભાવના મેદાન ખાતે જનસભાને સંબોધિત કરશે.

આ રીતે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્‍થિતિમાં આસ્‍થા અને અસ્‍મિતાના દિવ્‍ય ૭૫ વર્ષ નિમિત્તે ‘સોમનાથ અમળત પર્વ'ની ભવ્‍ય ઉજવણી કરવામાં આવશે. જેમાં સોમનાથ મંદિર પરિસરમાં અનેક આધ્‍યાત્‍મિક અને સાંસ્‍કળતિક કાર્યક્રમો યોજાશે.

વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે આસ્‍થા અને રાષ્‍ટ્રીય આત્‍મગૌરવનું જીવંત પ્રતિક બનીને ઊભું છે. ત્‍યારે ‘સોમનાથ અમળત પર્વ'ની ઉજવણી થકી શ્રદ્ધાળુઓ આદ્યાત્‍મિક અનુભવ મેળવશે એવી અભિલાષા મંત્રીશ્રીએ વ્‍યક્‍ત કરી હતી.

સોમનાથના કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી વડોદરા જઈ સરદાર ધામ શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરશે.આ પ્રેસ કોન્‍ફરન્‍સમાં પ્રિન્‍ટ અને ઈલેક્‍ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ અને જિલ્લાના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(1:20 PM IST)