<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

દાર્જિલિંગમાં ભારે વરસાદના કારણે સેવોકે નજીક નેશનલ હાઈવે નંબર 10 પર અચાનક મોટું ભૂસ્ખલન : ટ્રાફિકજામ

કુદરતી આફતના કારણે હાઈવે પર માટી અને પથ્થરોનો કાટમાળ જમા થઈ જતાં વાહનોની અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે સેવોકે નજીક નેશનલ હાઈવે નંબર 10 પર અચાનક મોટું ભૂસ્ખલન થયું હતું. આ કુદરતી આફતના કારણે હાઈવે પર માટી અને પથ્થરોનો કાટમાળ જમા થઈ જતાં વાહનોની અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે વહેલી સવારે 6 વાગ્યાથી જ રસ્તો સાફ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, સતત ચાલુ રહેલા વરસાદના કારણે કાટમાળ હટાવવામાં અવરોધ આવી રહ્યો છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં સમય લાગી રહ્યો છે.

(9:38 PM IST)