તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
"ઉત્તર પ્રદેશથી રાજ્યસભા માટે મને સમાજવાદી પાર્ટીનો ઉમેદવાર બનાવવા બદલ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અખિલેશ યાદવજીનો હૃદયથી આભાર : ધનરાજ નથવાણી
ઉત્તર પ્રદેશથી રાજ્યસભા માટે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે નામાંકન,અખિલેશ યાદવનો માન્યો આભાર : લખનઉમાં અખિલેશ યાદવની ઉપસ્થિતિમાં નામાંકન દાખલ કર્યું : જાહેર જીવનના નવા પડાવની શરૂઆત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.30 : ઉત્તર પ્રદેશથી રાજ્યસભા માટે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે નિયુક્ત કરાતા ધનરાજભાઈ પરિમલભાઈ નથવાણીએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.
સાર્વજનિક જીવનના આ નવા પડાવ અંગે આજે લખનઉમાં માનનીય અખિલેશ યાદવજીની ઉપસ્થિતિમાં તેમણે રાજ્યસભા માટે પોતાનું નામાંકન દાખલ કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, "ઉત્તર પ્રદેશથી રાજ્યસભા માટે મને સમાજવાદી પાર્ટીનો ઉમેદવાર બનાવવા બદલ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અખિલેશ યાદવજીનો હૃદયથી આભાર અને ધન્યવાદ કરું છું. આપ સૌના સ્નેહ, વિશ્વાસ અને શુભકામનાઓ માટે હૃદયથી આભાર."
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
