તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
ઇન્ફોર્મેશન ટેકનોલોજી કર્મચારીઓના સંગઠન નાઈટ્સ દ્વારા દેશમાં ઇંધણ સંરક્ષણની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ અને વડાપ્રધાનની અપીલને સમર્થન આપતા કેન્દ્ર સરકારને આઇટી સેક્ટરના તમામ કર્મચારીઓ માટે ફરજિયાત વર્ક ફ્રોમ હોમ નીતિનો તાત્કાલિક અમલ કરવા સત્તાવાર વિનંતી કરવામાં આવી છે

ભારતમાં વધી રહેલા ઈંધણના વપરાશ અને ટ્રાફિકની સમસ્યાને ઘટાડવા માટે નેસેન્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમ્પ્લોઇઝ સેનેટ દ્વારા કેન્દ્ર સરકારને એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. આઇટી કર્મચારીઓના આ સંગઠને માંગ કરી છે કે દેશના સમગ્ર આઇટી સેક્ટરમાં ફરી એકવાર વર્ક ફ્રોમ હોમ ફરજિયાત બનાવવામાં આવે. યુનિયને પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે કોરોના મહામારી દરમિયાન ઘરેથી કામ કરવાની પદ્ધતિ સંપૂર્ણપણે સફળ રહી હતી. જો લાખો આઇટી પ્રોફેશનલ્સને ઓફિસ જવામાંથી મુક્તિ આપવામાં આવે, તો દરરોજ લાખો લિટર પેટ્રોલ અને ડીઝલની બચત થઈ શકે છે. વડાપ્રધાનની ઇંધણ બચાવવાની તાજેતરની અપીલ બાદ આ માંગણીએ દેશભરમાં ખૂબ જ જોર પકડ્યું છે.
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
