<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

નાટોએ અમને યુદ્ધમાં સાથ આપ્યો નથી: ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગી

અમેરિકા યુરોપને રશિયાથી બચાવવા માટે કરોડો અને અબજો ડોલરનો ખર્ચ કરે છે, છતાં જ્યારે અમેરિકાને જરૂર પડી ત્યારે નાટો દેશો પડખે ઉભા રહ્યા નહીં: ભારે વસવસો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાટો સંગઠન પર નિરાશા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે ઈરાન સાથેના યુદ્ધમાં નાટો દેશોએ અમેરિકાને કોઈ પણ પ્રકારની મદદ કરી નથી.

 

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામેના યુદ્ધમાં સાથ ન આપવા બદલ નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) સંગઠનની આકરી ટીકા કરી છે. તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે અમેરિકા યુરોપને રશિયાથી બચાવવા માટે નાટો પાછળ કરોડો અને અબજો ડોલરનો ખર્ચ કરે છે, છતાં જ્યારે અમેરિકાને જરૂર પડી ત્યારે નાટો દેશો પડખે ઉભા રહ્યા નહીં. 

 

ટ્રમ્પે આ ઘટનાને ક્યારેય ન ભૂંસી શકાય તેવો ડાઘ ગણાવ્યો અને નાટોને પેપર ટાઈગર (માત્ર કાગળ પર મજબૂત) સમાન ગણાવ્યું. 

 

અહેવાલો અનુસાર, ટ્રમ્પ અત્યારે એવા દેશોમાંથી અમેરિકન સૈન્ય થાણાંઓ હટાવવા પર પણ વિચાર કરી રહ્યા છે, જે દેશોએ ઈરાન યુદ્ધ દરમિયાન અમેરિકાને મદદરૂપ થવાનો ઇનકાર કર્યો હતો.

(2:25 PM IST)