તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th August 2026
પૂર્વોત્તરમાં પ્રકૃતિનો પ્રકોપ: અરુણાચલ પ્રદેશમાં પૂરમાં આર્મી કેમ્પ તણાયા : 4 લોકોના મોત અને 5 જવાનો ગુમ : સિક્કિમમાં ભૂસ્ખલનથી હાહાકાર
વ હીવટીતંત્રે સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવાના આદેશ આપી રાહત અને પુનર્વસનની કામગીરી હાથ ધરી

ઈટાનગર : ઉત્તર-પૂર્વ ભારતના પહાડી રાજ્યો અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં આકાશી આફતે ભારે તારાજી સર્જી છે. અરુણાચલ પ્રદેશના દિબાંગ ખીણ જિલ્લામાં શુક્રવારે સાંજે વાદળ ફાટવા જેવી પરિસ્થિતિ વચ્ચે નદીઓમાં પૂર આવતા ભારતીય સેનાના બે કામચલાઉ કેમ્પ તણાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 7 જવાનો પૂરના જોરદાર પ્રવાહમાં વહી ગયા હતા, જેમાંથી બેને સુરક્ષિત બચાવી લેવાયા છે જ્યારે 5 જવાનો હજુ પણ ગુમ છે. બીજી તરફ ઉપલા સુબાનસિરી જિલ્લાના કેઓજારિંગ-બાયચિંગ રોડ પર નિર્માણ કાર્ય દરમિયાન અચાનક પહાડ ધસી પડતાં કાટમાળ નીચે દટાવાથી 4 મજૂરોના દર્દનાક મોત થયા છે.
અરુણાચલ પ્રદેશમાં આ સતત વરસાદને કારણે મોટા પાયે નદી-નાળાઓ ઉભરાઈ રહ્યા છે અને પહાડો પરથી કાટમાળ ધસી પડવાની ઘટનાઓ વધી રહી છે. રોડ બાંધકામ સ્થળે ભૂસ્ખલનને કારણે તાદુ બાકી, તાજી રાય, માર્કોશ બાસુમાતરી અને બાબુલ અલી નામના શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની શંકા છે. કાદવ અને ભારે વરસાદના કારણે ગુમ થયેલા સેનાના 5 જવાનો માટે હાથ ધરાયેલું સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન અત્યંત પડકારજનક બન્યું છે.
બીજી તરફ, પશ્ચિમ સિક્કિમના ગ્યાલશિંગ જિલ્લા હેઠળના યુક્સમ સબડિવિઝનમાં ભારે ભૂસ્ખલનને કારણે ભયાનક સ્થિતિ સર્જાઈ છે. રિમ્બી અને સિંગલીટમ ગામોમાં છેલ્લા 15 દિવસથી પહાડો ધસી રહ્યા છે, જેના કારણે 28 પરિવારોના આશરે 60 લોકોના જીવન પર ભારે જોખમ મંડરાઈ રહ્યું છે. કેટલાક ઘરો જમીનદોસ્ત થઈ ચૂક્યા છે અને લોકો રાત્રે ફાળમાં દિવસો વિતાવી રહ્યા છે. વહીવટીતંત્રે સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવાના આદેશ આપી રાહત અને પુનર્વસનની કામગીરી હાથ ધરી છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
