તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
પ્રકાશ સિંહ બાદલના જન્મદિવસ પર NDA ની સંયુક્ત રેલી: વડાપ્રધાન મોદી હાજરી આપશે
NDA પંજાબમાં પોતાની રાજકીય તાકાત દર્શાવવાની તૈયારીમાં : 8 ડિસેમ્બરે મોગામાં NDA ની સંયુક્ત રેલી યોજાશે.

નવી દિલ્હી : પંજાબમાં અકાલીદળ અને ભાજપ વચ્ચે ગઠબંધન થયું છે બંને પક્ષો પંજાબ વિધાનસભાની ચૂંટણી એક સાથે મળીને લડવાની જાહેરાત કરી છે તેવામાં હવે NDA પંજાબમાં પોતાની રાજકીય તાકાત દર્શાવવાની તૈયારી કરી રહ્યું છે. 8 ડિસેમ્બરે મોગામાં NDA ની સંયુક્ત રેલી યોજાશે. આ રેલી પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના દિગ્ગજ નેતા પ્રકાશ સિંહ બાદલના જન્મદિવસ નિમિત્તે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ પણ રહેશે. બંને નેતાઓની એક જ મંચ પર હાજરી પંજાબના રાજકારણમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
