News of Saturday, 28th November 2026
વિશ્વના એક ડઝનથી વધુ દેશોમાં વિસ્થાપિત મહિલાઓના લગભગ અડધા આશ્રયસ્થાનો આર્થિક સહાયના અભાવે બંધઃ સંયુક્ત રાષ્ટ્રસંઘે ગંભીર ચિંતા વ્યક્ત કરી
યુદ્ધ, અપહરણ અને હિંસાનો ભોગ બનેલી મહિલાઓને આ કેન્દ્રોમાં માનસિક સહાય, સુરક્ષા અને અન્ય જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી હતીઃ આશ્રયસ્થાનો બંધ થવાને કારણે શરણાર્થી મહિલાઓ અને બાળાઓ સામે જાતીય શોષણ તથા હિંસાનું જોખમ વધ્યું

જિનીવા, તા.૨૮: આંતરરાષ્ટ્રીય આર્થિક સહાયમાં થયેલા ઘટાડાને કારણે વિશ્વના એક ડઝનથી વધુ દેશોમાં વિસ્થાપિત મહિલાઓ અને બાળાઓ માટે કાર્યરત લગભગ અડધા સુરક્ષિત આશ્રયસ્થાનો બંધ થઈ ગયા હોવાનું સંયુક્ત રાષ્ટ્રસંઘની શરણાર્થી સંસ્થાએ આજે જણાવ્યું છે.
યુદ્ધ, અપહરણ અને હિંસાનો ભોગ બનેલી મહિલાઓને આ કેન્દ્રોમાં માનસિક સહાય, સુરક્ષા અને અન્ય જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી.
આશ્રયસ્થાનો બંધ થવાને કારણે શરણાર્થી મહિલાઓ અને બાળાઓ સામે જાતીય શોષણ તથા હિંસાનું જોખમ વધ્યું છે. શરણાર્થી શિબિરોમાં અપૂરતી સુરક્ષા અને ભીડને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
