તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th August 2026
કામમાં ઝડપ જોઈએ, પણ ગુણવત્તા સાથે કોઈ સમાધાન નહીં
૫૩મી પ્રગતિ બેઠકમાં બોલ્યા ભ્પ્ મોદીઃ અધિકારીઓને કડક સૂચના આપી : વડાપ્રધાન મોદીએ બેઠકમાં રૂા. ૩૦,૦૦૦ કરોડથી વધુના ૬ મોટા માળખાકીય પ્રોજેક્ટની સમીક્ષા કરીઃ આ પ્રોજેક્ટ ૯ રાજ્યો સાથે જોડાયેલા

નવી દિલ્હી તા.૨૬: વડાપ્રધાન મોદીએ મંગળવારે ૫૩મી પ્રગતિ બેઠકમાં દેશના મોટા માળખાકીય પ્રોજેક્ટની વિગતવાર સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ૯ રાજ્યો સાથે જોડાયેલા રૂા.૩૦,૦૦૦ કરોડથી વધુના ૬ મોટા પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી. PM મોદીએ અધિકારીઓને કડક સૂચના આપી કે કામની ઝડપ જેટલી જરૂરી છે, એટલી જ તેની ગુણવત્તા પણ મહત્વપૂર્ણ છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે કામ ઝડપથી પૂરું કરવાની ઉતાવળમાં ગુણવત્તા સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ. PMએ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સારો સમન્વય બનાવવા અને સક્રિય કાર્યશૈલી અપનાવવા પર ભાર મૂક્યો હતો. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં રેલવે, માર્ગ, વીજળી અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
PM મોદીએ માળખાકીય પ્રોજેક્ટને અલગ-અલગ ભાગોમાં જોવાને બદલે એક સંપૂર્ણ કડી તરીકે જોવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે રેલવે, માર્ગ અને વીજળી સાથે જોડાયેલી યોજનાઓ નિર્ધારિત સમયની અંદર પૂર્ણ થવી જોઈએ. દરેક તબક્કે સતત સુધારો કરવો ખૂબ જ જરૂરી છે. ભ્પ્ મોદીએ કહ્યું કે, ‘પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં કોઈપણ સ્તરે વિલંબ થવો જોઈએ નહીં.' કેન્દ્ર અને રાજ્યોએ સાથે મળીને કામ કરવું પડશે, જેથી લોકોને સમયસર આ વિકાસ કાર્યોનો સંપૂર્ણ લાભ મળી શકે.
બેઠકમાં એગ્રીસ્ટેકની પ્રગતિની પણ સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી હતી. PM મોદીએ કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ ટેક્રોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધુ ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે કૃષિ સંબંધિત ડેટાનું યોગ્ય વિશ્લેષણ કરીને ખેડૂતોને આધુનિક સુવિધાઓ આપી શકાય છે. તેનાથી પાકનું ઉત્પાદન અને ખેડૂતોની આવક વધારવામાં મોટી મદદ મળશે.
દેશભરમાં વધી રહેલા સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓ પર પણ PM મોદીએ ઊંડી ચિતા વ્યક્ત કરી હતી. તેમણે પોલીસ અને તપાસ એજન્સીઓને એકબીજા સાથે વધુ સારો સમન્વય રાખવા અને વિશેષ તાલીમ આપવાના નિર્દેશ આપ્યા હતા. PMએ કહ્યું કે સામાન્ય લોકોને સાયબર સુરક્ષા અંગે જાગૃત કરવા સૌથી વધુ જરૂરી છે. જ્યાં સુધી લોકો સતર્ક નહીં થાય, ત્યાં સુધી આવા છેતરપિંડીના કિસ્સાઓ પર સંપૂર્ણપણે અંકુશ મેળવવો શક્ય નહીં બને
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
