<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

NEET પેપર લીક મામલે મોટો વળાંક આવી શકે :NTA DGને તેડું: બપોરે બેઠક

DGએ સમિતિ સમક્ષ પેપર લીક સાથે જોડાયેલી તમામ સત્તાવાર માહિતી અને અત્યાર સુધીની તપાસનો અહેવાલ રજૂ કરવો પડશે.

નવી દિલ્હી :સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલા નીટ પેપર લીક મામલે 21 મેના રોજ મોટો વળાંક આવી શકે છે. શિક્ષણ પર બનેલી સંસદીય સમિતિની 21 મેના રોજ બપોરે 1 વાગ્યે બેઠક યોજાશે, જેમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના ડાયરેક્ટર જનરલ (DG)ને સમન્સ પાઠવી હાજર રહેવા જણાવાયું છે. DGએ સમિતિ સમક્ષ પેપર લીક સાથે જોડાયેલી તમામ સત્તાવાર માહિતી અને અત્યાર સુધીની તપાસનો અહેવાલ રજૂ કરવો પડશે.

(11:52 PM IST)