તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
ન ઘરના, ન ઘાટનાઃ પરિવાર છોડી પ્રેમી સાથે રહેવા ગઇઃ પ્રેગ્નેન્ટ થઈ જતાં રાખવાની ના પાડી દીધી

ભાગલપુર તા.૨: બિહારના ભાગલપુરમાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. સનોખર વિસ્તારના સિલહન ગામની રહેવાસી બે બાળકોની મા પોતાના પતિને છોડી પાડોશી યુવક સાથે રહેવા જતી રહી. મહિલાનો દાવો છે કે તેણે પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા છે અને તેના બાળકની મા પણ બનવાની છે. જો કે જ્યારે તે પ્રેમીના ઘરે પહોંચી તો યુવકના પરિવારે તેને સ્વીકારવાની ના પાડી દીધી. જે બાદ આખા ગામમાં હોબાળો મચી ગયો.
જાણકારી અનુસાર, મોની કુમારીના લગ્ન વર્ષ ૨૦૧૮માં ધર્મવીર નામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ બંનેને બે સંતાનો પણ થયા. કહેવાય છે કે ધર્મવીર ભાગલપુરમાં કંદોઈ છે અને કામ માટે થઈને તે મોટા ભાગે ઘરની બહાર રહેતો હતો. આ દરમ્યાન મોની કુમારી પાડોશીમાં રહેતા દિલખુશ યાદવના પ્રેમમાં પડી ગઈ. ધીમે ધીમે બંને વચ્ચે વાતચીત શરુ થઈ અને પછી પ્રેમમાં પડ્યા.
મહિલાનું કહેવું છે કે બંને આ વર્ષે ૩ જાન્યુઆરીના પટનાના એક મંદિરમાં લગ્ન કરી લીધા છે. લગ્ન બાદ તે મહિના સુધી દિલખુશ સાથે રહી. મોનીનો દાવો છે કે આ દરમ્યાન તે બે મહિનાની ગર્ભવતી થઈ છે અને ગર્ભમાં ઉછરી રહેલું બાળક દિલખુશનું છે. મહિલાના જણાવ્યા અનુસાર, દિલખુશે તેને ગામડે પાછા જવા અને પોતાના ઘરમાં રાખવાની વાત કહી હતી. આ વાત પર વિશ્વાસ કરીને મહિલા શુક્રવારના રોજ પોતાના પ્રેમીના ઘરે પહોંચી ગઈ. જો કે ત્યાં પહોંચતા મામલો ઉલટો પડી ગયો.
દિલખુશની માએ તેને ઘરમાં રાખવાની ચોખ્ખી ના પાડી દીધી. ત્યાર બાદ બંને પક્ષ વચ્ચે દલીલો શરુ થઈ અને જોતજોતામાં ઘટનાસ્થળ પર લોકોની ભીડ એકઠી થવા લાગી. આ ઘટનાની ચર્ચા આખા ગામમાં ફેલાઈ ગઈ. ગ્રામિણો વચ્ચે આ પ્રેમ કહાનીને લઈ અલગ અલગ વાતો થઈ રહી છે. વળી પ્રેમીની માનું કહેવું છે કે આ સંબંધને સ્વીકારી શકાય નહીં
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
