<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહની ભારત મુલાકાત પૂર્ણ: ભારત-નેપાળ વચ્ચે 8 મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર

નેપાળમાં પૂરગ્રસ્ત વિસ્તારોના પુનર્નિર્માણ માટે ભારતે 24 હજાર કરોડ નેપાળી રૂપિયાના વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી

નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહની ભારત મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે, જે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને બાલેન્દ્ર શાહ વચ્ચે અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારત અને નેપાળ વચ્ચે દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા માટે અંતરિક્ષ ટેકનોલોજી, આરોગ્ય, શિક્ષણ, આયુર્વેદ અને ચિકિત્સા ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રોમાં કુલ 8 સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 

 આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ અયોધ્યા અને જનકપુર વચ્ચે સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ કરતા 'સરયુ-કમલા એક્સપ્રેસ' ને લીલી ઝંડી આપી હતી, જેનાથી રોડ અને રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. આ ઉપરાંત, નેપાળમાં પૂરગ્રસ્ત વિસ્તારોના પુનર્નિર્માણ માટે ભારતે 24 હજાર કરોડ નેપાળી રૂપિયાના વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. મુલાકાતના અંતે નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે પીએમ મોદીને નેપાળ મુલાકાત માટે સત્તાવાર આમંત્રણ પણ પાઠવ્યું હતું.

(9:44 PM IST)