<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

નેપાળે શોધ કામગીરી સ્‍થગિત કરીઃ ૫,૦૦૦ થી વધુ લોકો હજુ પણ ગુમ

૨૬ ઓગસ્‍ટના રોજ નેપાળમાં ભોટેકોશી-ત્રિશુલી પૂર આવ્‍યાના ૪૦ દિવસ પછી બિન-આવશ્‍યક શોધ અને બચાવ કામગીરી સ્‍થગિત કરવામાં આવીઃ પુનર્નિર્માણ માટે રૂ.૩૫,૦૦૦ કરોડનો પ્રસ્‍તાવ : પૂરમાં ૧,૪૫૫ લોકોના મોત થયા છે, જ્‍યારે ૧૮૯ ભારતીય નાગરિકો સહિત ૫,૨૮૫ લોકો ગુમ છે

કાઠમંડુ,તા.૬: ૨૬ ઓગસ્‍ટના રોજ નેપાળમાં ભોટેકોશી-ત્રિશુલી પૂર આવ્‍યાના ૪૦ દિવસ પછી બિન-આવશ્‍યક શોધ અને બચાવ કામગીરી સ્‍થગિત કરવામાં આવી છે. પૂરમાં ૧,૪૫૫ લોકોના મોત થયા છે, જ્‍યારે ૧૮૯ ભારતીય નાગરિકો સહિત ૫,૨૮૫ લોકો ગુમ છે.

હાલ પૂર પછી નેપાળે સોમવારે પૂર બાદ બિન-આવશ્‍યક શોધ અને બચાવ કામગીરી સ્‍થગિત કરવાનો નિર્ણય લીધો. દેશનું ધ્‍યાન હવે રાહત અને શોધ કામગીરીથી પુનર્નિર્માણ અને પુનર્વસન તરફ જશે.

પ્રધાનમંત્રી બાલેન્‍દ્ર શાહની અધ્‍યક્ષતામાં રાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા અને વ્‍યવસ્‍થાપન પરિષદની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્‍યો હતો. જિલ્‍લા આપત્તિ વ્‍યવસ્‍થાપન સમિતિઓ, રાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા અને વ્‍યવસ્‍થાપન સત્તામંડળ (NDRRMA) અને પૂરગ્રસ્‍ત વિસ્‍તારોનું નિરીક્ષણ કરતી ટીમોની ભલામણોને અનુસરીને આ નિર્ણય લેવામાં આવ્‍યો છે.

૨૬ ઓગસ્‍ટના રોજ નેપાળમાં આવેલા ભોટેકોશી-ત્રિશુલી પૂરમાં ભારે વિનાશ થયો હતો. આ દુર્ઘટનામાં ૧,૪૫૫ લોકોના મોત થયા હતા, જ્‍યારે ૫,૨૮૫ લોકો હજુ પણ ગુમ છે. ગુમ થયેલા લોકોમાં ૧૮૯ ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. અન્‍ય દેશોના પાસપોર્ટ ધરાવતા ભારતીય મૂળના ડઝનબંધ લોકો પણ ગુમ છે.

૩૬ દેશોના ૬૦૬ વિદેશી પ્રવાસીઓ ગુમ છે

નેપાળના પ્રવાસન વિભાગના તાજેતરના ડેટા અનુસાર, પૂર પછી ૩૬ દેશોના ૬૦૬ વિદેશી પ્રવાસીઓ હજુ પણ ગુમ છે.

ગુમ થયેલા વિદેશી પ્રવાસીઓમાં ભારતના ૧૮૯ નાગરિકો, યુનાઇટેડ સ્‍ટેટ્‍સના ૬૫ નાગરિકો, મલેશિયાના ૫૫ નાગરિકો, યુક્રેનના ૫૪ નાગરિકો, ચીનના ૩૭ નાગરિકો, ઓસ્‍ટ્રેલિયા અને લાતવિયાના ૩૩-૩૩ નાગરિકો, યુનાઇટેડ કિગડમના ૩૨ નાગરિકો, કેનેડાના ૩૦ નાગરિકો વધુમાં, ૧૮૮ નેપાળી પ્રવાસીઓ પણ ગુમ છે.

વિવિધ ભારતીય રાજ્‍યોમાંથી એકત્રિત કરવામાં આવેલા ડેટા અનુસાર, ગુમ થયેલા ભારતીયોમાં સૌથી વધુ સંખ્‍યા તમિલનાડુના છે.

તમિલનાડુ ૮૫

પヘમિ બંગાળ ૩૭

ગુજરાત ૩૦

તેલંગાણા ૨૫

ઉત્તર પ્રદેશ ૨૨

કર્ણાટક ૧૩

આંધ્ર પ્રદેશ ૧૩

બિહાર ૧૨

મહારાષ્ટ્ર ૧૦ થી વધુ

ઓડિશા ૪ પુનર્નિર્માણ માટે રૂ. ૩૫,૦૦૦ કરોડનો પ્રસ્‍તાવ

નેપાળની રાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા અને વ્‍યવસ્‍થાપન પરિષદે નાણા મંત્રાલયને ૫૦૪ પુનર્નિર્માણ અને પુનર્વસન કાર્યક્રમો માટે ૫૫૯ અબજ નેપાળી રૂપિયા (આશરે રૂ. ૩૫,૦૦૦ કરોડ) મંજૂર કરવાની ભલામણ કરી છે.

આ કાર્યક્રમો વિવિધ મંત્રાલયો અને એજન્‍સીઓ દ્વારા સબમિટ કરવામાં આવ્‍યા છે. NDRRMA ને એવા પ્રોજેક્‍ટ્‍સ માટે વધારાના ભંડોળની વ્‍યવસ્‍થા કરવાનું કામ સોંપવામાં આવ્‍યું છે જેમના ખર્ચ હજુ સુધી નક્કી થયા નથી. નેપાળમાં પૂર પછીના પ્રયાસોનું ધ્‍યાન હવે ગુમ થયેલા લોકોની શોધથી આગળ વધીને અસરગ્રસ્‍ત વિસ્‍તારોના પુનર્નિર્માણ અને પુનર્વસન પર કેન્‍દ્રિત થશે.

(10:44 AM IST)