તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
આકાશનો નવો સિકંદર: રાફેલ કરતાં પણ ઘાતક 'સ્ટીલ્થ ફાઇટર જેટ' બનાવશે ભારત : મોદી સરકારનો માસ્ટર પ્લાન
પાંચમી પેઢીના સ્વદેશી AMCA પ્રોજેક્ટ માટે ટાટા, લાર્સન એન્ડ ટુબ્રો અને ભારત ફોર્જ જેવી દિગ્ગજ ભારતીય કંપનીઓ મેદાનમાં : ચીન-પાકિસ્તાનના રડારને ધૂળ ચટાડશે

નવી દિલ્હી: વૈશ્વિક સંરક્ષણ ક્ષેત્રે ભારત હવે માત્ર શસ્ત્રો ખરીદનારો દેશ મટીને મહાસત્તા બનવા તરફ ડગ માંડી રહ્યું છે. ભારતીય વાયુસેનાની તાકાતમાં અભૂતપૂર્વ વધારો કરવા માટે મોદી સરકારે ભારતના પ્રથમ સ્વદેશી પાંચમી પેઢીના (5th Generation) સ્ટીલ્થ ફાઇટર જેટ 'એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ' (AMCA) ના નિર્માણ માટે કમર કસી લીધી છે. આ મેગા પ્રોજેક્ટને સાકાર કરવા માટે સંરક્ષણ મંત્રાલયે દેશની ત્રણ સૌથી મોટી ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓના કન્સોર્ટિયમને રિકવેસ્ટ ફોર પ્રપોઝલ (RFP) જારી કરી દીધું છે. આ રેસમાં લાર્સન એન્ડ ટુબ્રો-BEL, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ અને ભારત ફોર્જ-BEML જેવી દિગ્ગજ કંપનીઓ શોર્ટલિસ્ટ થઈ છે, જેઓ હવે સરકાર સમક્ષ પોતાના હાઈ-ટેક ટેકનિકલ અને ઔદ્યોગિક પ્રસ્તાવો રજૂ કરશે.
આ સ્વદેશી સુપરજેટની સરખામણી ફ્રાન્સના સુપ્રસિદ્ધ 'રાફેલ' સાથે કરવામાં આવી રહી છે, પરંતુ વાસ્તવમાં AMCA રાફેલ કરતાં પણ ક્યાંય વધુ આધુનિક અને વિનાશક હશે. રાફેલ 4.5 જનરેશનનું વિમાન છે, જ્યારે AMCA સીધું ફિફ્થ જનરેશનનું સ્ટીલ્થ ફાઇટર જેટ હશે. આ વિમાનની સૌથી મોટી ખાસિયત તેની સ્ટીલ્થ ડિઝાઇન અને ઇન્ટરનલ વેપન બે (આંતરિક હથિયાર ખાંચો) છે, જે દુશ્મનના શક્તિશાળી રડારની નજરમાં આવ્યા વિના તેની સીમામાં ઘૂસીને તબાહી મચાવવાની ક્ષમતા ધરાવે છે. સુપરક્રૂઝ ક્ષમતા અને અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓથી સજ્જ આ ટ્વીન-એન્જિન ફાઇટર જેટ તૈયાર થતાં જ ભારત અમેરિકાના F-35 અને ચીનના J-20 જેવા વિશ્વના સૌથી અત્યાધુનિક વિમાનોની વિશિષ્ટ ક્લબમાં સામેલ થઈ જશે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
