તા. ૧૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૬ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગમાં નવી દર્શન વ્યવસ્થા લાગુ, હવે ભક્તો દસ ફૂટ દૂરથી આરામથી કરી શકશે ભગવાનના દર્શન
મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ તીર્થસ્થળ ઓમકારેશ્વર મંદિરમાં શુકદેવ મુનિ દ્વાર પહોળું કરીને તંત્ર દ્વારા નવી દર્શન પદ્ધતિ શરૂ કરાઈ

ખંડવા: મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ તીર્થસ્થળ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શનિવારથી એકાદશી પર્વ નિમિત્તે નવી અને સુલભ દર્શન વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. ખંડવાના કલેક્ટર ઋષવ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ શુકદેવ મુનિ દ્વારને પહોળું કરવાનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થતાં, હવે ભક્તો ૧૦ ફૂટના અંતરેથી ભગવાન ઓમકારજીના દિવ્ય દર્શન કરી શકે છે અને ચંડી દ્વાર દ્વારા બહાર નીકળી રહ્યા છે.
આ નવી વ્યવસ્થાને કારણે મંદિર પરિસરમાં ભક્તોને ધક્કામુક્કી કે ઉતાવળનો સામનો કરવો પડતો નથી. ગાઝિયાબાદથી આવેલા ભક્ત ગૌરવ સિંહ અને દિલ્હીના શ્રદ્ધાળુ ઈશા શર્માએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અગાઉ દર્શન માત્ર થોડી જ સેકન્ડોમાં થતા હતા અને ભારે ભીડ રહેતી હતી, પરંતુ હવે નવી વ્યવસ્થાના કારણે ભક્તો આરામથી થોડો સમય રોકાઈને શાંતિપૂર્ણ રીતે દર્શનનો લહાવો લઈ રહ્યા છે.
આ અગાઉ મંદિરમાં ભક્તોની ભારે ભીડને કારણે લાંબી રાહ જોવી પડતી હતી અને યોગ્ય દર્શનની સુવિધાનો અભાવ હતો. વહીવટીતંત્ર દ્વારા કરાયેલા આ સકારાત્મક ફેરફારથી શ્રદ્ધાળુઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે. આગામી સમયમાં તંત્ર દ્વારા તીર્થયાત્રીઓની સુવિધા માટે મંદિર પરિસરમાં સુરક્ષા અને ભીડ નિયંત્રણના વધુ બહેતર પગલાં લેવામાં આવશે તેવી સંભાવના છે.
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
